________________
અનિત્યભાવના.'
ભાઈ ! તારું પોતાનું આત્મસ્વરૂપ જે, તું ઉડે ઉતર. એ સચ્ચિદાનંદમય છે. આ શબ્દમાં ત્રણ હકીકત છે. “સત્ ” ચિત્ ” અને “આનંદ.” જગત સર્વ મિથ્યા છે, સંબંધ સર્વ ખોટા છે પણ આ પરમાત્મ સ્વરૂપ આત્મા સત્ છે. એ ત્રણ કાળ રહેવાને છે-હતો, છે અને રહેશે. ઉપર જે અનિત્ય ભાવો, સંબંધો અને સંવેગો જોયા તેની બરાબર સામે મૂકાય એ નિત્ય-સત્ આત્મા એના મૂળ સ્વરૂપમાં છે. માયા, ઇંદ્રજાળ કે સ્વપ્નવત્ જગત્ સામે આ ખરે “સત્ ” છે.
એ ત્રિકાળ સત્ નિત્ય છે એટલું જ નહિ પણ ‘ચિત છે, જ્ઞાનમય છે, જ્ઞાનથી ભરેલો છે, પ્રકાશ સ્વરૂપ છે અને ભૂત, ભવતું તથા ભાવી સર્વ ભાવને જાણનાર છે. એની જ્ઞાનશક્તિ અત્યારે ઓછી થઈ ગઈ છે–અવરાઈ ગઈ છે પણ અંદર ભરેલી છે અને તે ત્યાં બરાબર છે. આ પ્રકાશમય રૂપ અંદર છે તેને બહાર લાવવાનું છે પણ તે ત્યાં છે અને તેના અસલ સ્વરૂપમાં અજ્ઞાનને-મૂઢતાને સ્થાન નથી એ બીજી વાત કરી.
અને ત્યાં નિરંતર “આનંદ”વર્તે છે. પ્રથમ સાંસારિક સર્વ ભાવને દરિયાના ઉછાળા સાથે સરખાવ્યા એવી વાત અહીં નથી, ત્યાં દોડાદોડ નથી, ધમાલ નથી, દુઃખ નથી, સંપૂર્ણ સાચે નિરવધિ આનંદ છે, મેજ છે, સુખના ઘરડકા છે. આ ત્રીજી વાત કરી. પરમાત્મ સ્વરૂપે આત્મા ૧. “ સત્ ” ૨. ચિત” અને ૩. “આનંદ”મય છે. એ એનું સાચું સ્વરૂપ છે. આ સચ્ચિદાનંદ સ્વરૂપ તારું પોતાનું જ છે, તારા ઘરનું છે એને પ્રાપ્ત કરવામાં—પ્રકટ કરવામાં તારે કોઈની પાસે યાચના કરવી પડે તેમ નથી, કેઈની પાસે વર માગ પડે તેમ નથી, કેઈની પાસે હાથ જોડવા પડે તેમ નથી. *,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org