________________
હર
શ્રીશાંતસુધારસ તૈયાર કરવાના છે; પરંતુ અત્યારે જમરાજા આવે તે તું જવા તૈયાર છે ? આમ જમરાજાનું નામ આવે ત્યાં માં શું કામ બગાડી નાખે છે? જે સ્થિતિ ચોક્કસ થવાની છે તેના નામથી પણ અમંગળિક થતું હોય એવા ઘેલાં શું કાઢે છે? જ્યારે જરૂર જવું જ છે અને એ વાત જીવવા જેટલી જ ચક્કસ છે ત્યારે પછી આ ફફડાટ શા માટે કરી રહ્યો છે?
એક વાત સમજીને સ્વીકારી લે. અને તે એ છે કે ચમરાજ કોઈને મૂકતો નથી, કેઈને એણે છોડ્યા નથી અને તું કદાચ એમ માની લેતે હો કે તારા સંબંધમાં એ અપવાદ કરશે તે તું ભારે ગફલતીમાં રહે છે. મોટા માંધાતાને પણ એણે છેલ્યા નથી અને આખી પૃથ્વીને ધણધણાવનાર પણ એની આગળ નમી એને કળીઓ થઈ ગયા છે. કેઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી અને તું ખાલી ગર્વ કર નહિ. તારે પણ અંતે એ જ માર્ગ છે એમ સમજી, ગણું, વિચારી તારા જીવનની અનિત્યતા સમજી લે અને તે વાત ધ્યાનમાં રાખી તારી બાજી બેઠવ.
૮. પિતાના વૈભવ અને પરિવારની ચિંતા નકામી છે, જીવતર ક્ષણભંગુર છે, વિષયસુખ ચાલી જનાર છે, જુવાનીના રંગ થોડા વખતના છે, ઘડપણના ચાળા હસવા જેવા છે, દેના સુખ પણ અંતે પૂરા થવાના છે, સાથે રમનારા અને વિનોદ કરનારા પણ ચાલ્યા ગયા છે, સર્વ ભાવે દરિયાનાં મોજાં જેવાં છે અને સ્વજન ધનને સંબંધ ઈદ્રજાળ જેવો છે અને જમરાજા તે ગળક કરતો જ જાય છે. ગભરાઈ ગયા, મુંઝાયા, ફસાઈ ગયા ! હવે શું કરવું ? કયાં જવું ? કોને આશ્રય શોધ? લેખક મહાશય કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org