________________
૯૦
શ્રી શાંતસુધાર•સ
જાય છે. અજંગમ પ્રાણીમાં સ્થાવરાના સમાવેશ થાય છે. પૃથ્વી, અર્, તેજસ્, વાયુ અને વનસ્પતિ એ સર્વ અજંગમ ગણાય છે; જો કે અગ્નિ અને વાયુ ગતિએ કરીને જંગમ છે. જંગમમાં શંખ, જળા વિગેરે એઇંદ્રિયા, માંકડ, વિગેરે તેઇંદ્રિયા, વીંછી, ભમરી, તીડ વિગેરે ચરિંદ્રિયે તથા છેવટે પંચદ્રિયાને સમાવેશ થાય છે. પંચેન્દ્રિય પ્રાણીમાં ચાર માટા વિભાગ છે. તેમાં પ્રથમ વિભાગ તિર્યંચાના આવે છે. એમાં માછલાં, મગરમચ્છ વિગેરે જળચર છે, હાથી, ઘેાડા, ગાય વિગેરે સ્થળચર છે અને પેાપટ, કાયલ, કબૂતર વિગેરે ખેચર છે. એ ઉપરાંત તેમાં પેટથી ચાલનાર સર્પા(ઉર:પરિસર્પ) અને હાથથી ચાલનાર નાળીઆ(ભુજપરિસપેપ) ને સમાવેશ થાય છે. આ પંચેન્દ્રિય તિર્યંચા થયા. મીજો વિભાગ મનુષ્યને આવે છે તે મૃત્યુલેાકના માનવી—આપણા જેવા છે. મનુષ્યભવમાં કે અન્યત્ર શુભ સામગ્રી એકઠી કરી સુખને અનુભવ કરે તે ત્રીજા દેવાના વિભાગમાં આવે છે અને અશુભ કર્મ બંધ કરી દુ:ખના અનુભવ કરે તે નારકે કહેવાય છે. આ મેથી પાંચ ઇંદ્રિયવાળા સર્વ જગમ અથવા ત્રસજીવા કહેવાય છે. જમરાજા આખા વખત આરામ લીધા વગર એ સ જગમ અને અજંગમ પ્રાણીઓને કાળીએ કર્યા જ કરે છે. એક સમયની પણ રાહ જોયા વગર સારાયે વખત પ્રાણીઓને હાઈઆ કરતા જ જાય છે. અનાદિ કાળથી એને એવી લત લાગી છે કે એ પ્રાણીઓને ખાધા જ કરે છે, પણ કદી ધરાતા જ નથી, એને કીસતાષ થતા નથી અને કદી એ પેટ પર હાથ ફેરવી હાશ કરતા નથી. એને સ્વભાવ જ એ છે.
હવે એ જમરાજા પેાતાનાં મ્હામાં આવે એ સર્વને ગળપ કર્યા કરે છે એ વાત તે આપણે દરરાજ જોઇએ છીએ. સુખઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org