________________
અનિત્ય-ભાવના.
૮૫
ટેપીને વાંકી મૂકીને, હાથમાં સીગારેટ લઈને ચાલે છે અને જાણે કદી મરવું જ નથી, જાણે બીજા સર્વ ગયા પણ તું તે અમરપટ્ટો લખાવી લાવ્યું છે એમ ધારે છે ! તને શું કહીએ? તારી કયા શબ્દોમાં વાત કરીએ ? તારે માટે શું તેલ બાંધીએ?
તું તે જાણે થોડા-ઘણા વૈભવને તારે માની બેઠે છે અને નાનકડી તારી દુનિયાને રમાડવાનો ઈજારો સદાકાળ માટે લઈને બેઠે છે અને તારાં આ સે–પચાસ વરસ માટેના ધર્મશાળા જેવાં ઘરને “ઘરનાં ઘર” માની બેઠે છે અને મનમાં માને છે કે બીજા ભલે ગયા, પણ આપણે તો ગોટે ચાલ્યો જશે. વીશ વર્ષને થાય ત્યારે ચાળીશ સુધી જીવીશ એમ માને છે, પણ સાઠને થાય ત્યારે સીત્તેર ઉપર ધ્યાન રહે છે અને મુખેથી જીદગીની અસ્થિરતાની વાત કરતો જાય છે, પણ ઉંડાણમાં ખાત્રી હોય છે કે પોતે હજુ દશ–વીશ વર્ષ તે જરૂર કાઢી નાખશે. સીત્તેર એંશી વર્ષના પણ એવી જ આશામાં રહે છે. કોઈ પણ વ્યક્તિને કાર્યક્રમ જોશે તો તેમાં પણ પાંચ-દશ વર્ષની હયાતીને હિસાબ જરૂર હોય છે. તાવ આવે ને ઉપડી જતાં અન્યને જુએ, લેગ કેલેરાના કાળા કેર જુએ, ક્ષયના ઘસારા જુએ, લકવાના પક્ષ આઘાત દેખે, હાર્ટ ફેલ થતાં દેખે પણ એ સર્વ બીજા માટે ! એને અંદરથી ખાત્રી છે કે આપણને એ વાત સાથે લેવાદેવા નથી. આપણું તે જરૂર આમ ને આમ ચાલ્યું જશે. એ ભાવ વય વધવા સાથે વધતું જાય છે અને ઘડપણમાં તો આખું શરીર ઘરડું થાય છે, પણ વિનાશ પનારા જ નીયતોડપિ ન નીતિ ( જીવનની અને ધનની આશા તે ઘરડાને પણ ઘરડી થતી નથી.) - હવે આવી તારી વિચિત્ર માન્યતાને શું કહીએ? આંખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org