________________
શ્રી શાંતિ-સુધારખ
કર્યા, જેમની સાથે ભાષણે ક્ય, જેમનાં ભાષણે સાંભળ્યા, જેમની સાથે ડીબેટીંગ સોસાયટીના મેંબર (સભ્ય) થઈ પ્રીતિપૂર્વક પક્ષવાદ કર્યા–તેમાંના પણ ઘણાખરાને તેં તારે હાથે સ્મશાને પહોંચાડ્યા અને એની બળતી ચિતાના ભડભડાટ અવાજ તે સાંભળ્યા અને તેને બાળતી અગ્નિની જવાળાઓને રાતા–પીળા રંગના ભડકાઓ સાથે તેં આકાશમાં ચઢતી અને તને વ્યાકુળ કરતી અનુભવી.
તારે જેના વગર ન ચાલે એવાં તારાં અનેક સંબંધીઓ ગયા. કઈકની અતિ સુંદર આદર્શ પત્ની ગઈ હશે, કઈક પત્નીઓ વિધવા બની ઝૂરતી હશે, એકને એક છોકરે ચાલ્યા ગયે હશે, હૃદય ખાલી કરવાનાં સ્થળ જેવાં વિશ્વાસુ મિત્રો ગયા હશે, રળીને રોટલા ખવરાવનાર દીકરા ચાલ્યા ગયા હશે, ઇંદ્રાણીને યાદ કરાવે તેવી પુત્રીએ ગઈ હશે-કઈક કઈક ગયા હશે અને તેમને લાકડાની ચે ઉપર જાતે મૂકી આવ્યા હશું.
પ્રત્યેક પ્રાણીને અનેક વહાલાને વિયાગ થયે હશે અને કઈકના સંબંધમાં તે “દિવસ ગણુતાં માસ ગયા, ને વરસે આંતરીઆ, સુરત ભૂલી સાહિબા, ને નામે વિસરીઆ” જેવું પણ બન્યું હશે. અત્યારે ગયેલાના ચહેરા પણ સંભારતાં યાદ આવતાં નહિ હોય અને કેકનાં નામ પણ ભૂલાઈ ગયાં હશે.
આવા અત્યંત વહાલા, દિલજાન, પ્રિય, પૂજ્ય કે પ્રતાપી ગયાં, તેમને સ્મશાનમાં મૂકી આવ્યાં, તેમની કાયા અગ્નિમાં જળી અને તેની રાખડી થતાં જોઈ અને છતાં તું હજુ છાતી કાઢીને, મુછને મગરે લગાવીને, આંખ પર ચશ્મા ચઢાવીને, કાનમાં અત્તરના પુંભડાં ઘાલીને, ચમચમ અવાજ કરતાં બુટ પહેરીને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org