________________
અનિત્યભાવના.
તને તે એના કરોડમા ભાગનું સુખ નથી અને કરોડમાં ભાગ જેટલે વખત ચાલે તેવું પણ નથી–ત્યારે તું તે શેના ઉપર મેહ્યો છે? આ પ્રશ્ન તારે ખૂબ વિચારવા જેવો છે. વળી તારે તો આગળ ગીત ગવાતાં હોય, પડખે બિરદાવળી બોલાતી હાય, બે બાજુ ચામર વીંઝાતાં હોય તો સંસારમાં માથું પણ આ તો વાતમાં કાંઈ માલ નથી. મહામુશીબતે જમેઉધારના ટાંટીઆ મેળવનાર તું શેના ઉપર આ સર્વ ધમાલ કરી રહ્યો છે ? કઈ સ્થિર વસ્તુ તને મળી છે અને તે કેટલી ચાલશે ? જરા વિચાર, ખૂબ વિચાર, ઉંડે ઉતર ! વાસ્તવિક રીતે તો તું માને છે તે સુખ જ નથી, પણ હોય એમ માનીએ તો પણ એ કેટલું અને કયાં સુધીનું?
૫. હવે તારી આજુબાજુ જે, તો ત્યાં પણ તને ક્ષણભંગુરપણું–અનિત્યભાવ દેખાઈ આવશે. જરા વિચાર, તારાં મરણે તાજાં કર અને ખ્યાલમાં લે.
બાળપણમાં જેની સાથે તે રમતો ખેલી, જેની સાથે તું ગીલી દંડા (મોઈદડીઆ ) રપે, જેની સાથે સાત ટાપલીઆ દા લીધા, જેની સાથે લખોટા કે છટ દડીના છૂટા ઘા રમ્યો-તેમાંના ઘણાએ સ્મશાનમાં પોલ્યા, તેં તેમને રાખ થતાં જોયા. તારા વડીલે જેની તેં પૂજા કરી, ભાવભક્તિથી સેવા કરી અથવા તારા ગુરૂઓ જેમણે તેને કઈક જ્ઞાન આપ્યું અને તે જેમને ભાવથી પંચાંગ પ્રણામ કર્યા તે પણ ભસ્મ થઈ ગયા. તેઓમાંના કેઈ કેઈની ચિતા તો તે તારે હાથે સળગાવી (ચેતાવી).
વળી તારા અનેક મિત્રો, દોસ્તો અને સંબંધીઓ જેની સાથે તેં ચર્ચા–વાર્તાઓ કરી, વાતેનાં ગપ્પાં માર્યા, અલકમલકની કથાઓ કરી, જેમની સાથે તકરાર અને વાદવિવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org