________________
શ્રી-શાંતસુધારેન્સ
આ એક સાગરોપમ શું તેને ખ્યાલ કર્યો હોય તો કહે, અબજો, પર્વ અને નિખર્વ વર્ષોએ પણ એને પાર આવે તેમ નથી. આવું સુખ દેવે આટલા લાંબા વખત સુધી ચાલુ રીતે વગરસંકેચે અને વગર–ખલનાએ ભગવે છે, પણ એમાં મજાની વાત એ છે કે અંતે તેને પણ છેડો આવે છે. કરડે વર્ષ સુખ ભેગવ્યા પછી અંતે ત્યાંથી બીજે મનુષ્ય કે તિર્યંચમાં જવું પડે છે, ગર્ભમાં ઉત્પન્ન થવું પડે છે અને પછી તે એકડે એકથી નવી બાજી મંડાય છે.
હવે તારી સાંસારિક કઈ ચીજ દેવતાના ઓછામાં ઓછા આયુષ્ય સમય જેટલી પણ ચાલે તેમ છે? અરે ! એવું દેવતાનું સુખ પણ અંતે પૂરું થઈ જાય છે ત્યારે તું તે શેમાં રાચ્ચેમા રહે છે ? તું જરા ઉંડે ઉતરીને ખૂબ વિચાર કર. આ એક નાનકડી ઓફીસ કે દુકાન મળી કે પાંચ-પચીસ વીઘા જમીન મળી કે નાનું-મેટું રાજ્ય મળ્યું તેમાં વન્યું શું ? અને તે પણ કેટલાં વર્ષ ? પછી તો મૂકીને જવું પડે અને પછવાડે લડાઈ, કંકાસ કે કોર્ટના કિસ્સા થાય તેને ખાતર તું પડી મરે છે, સુખે ખાતો નથી, ઉંઘતે નથી, ઠરીને ડામ બેસતો નથી અને આખો વખત ઉપાધિ કર્યા કરે છે, પણ તે કોને માટે અને કેટલા વખત માટે?
જે તારૂં સુખ–માનેલું સુખ નિરંતર રહે તેવું હોય, તારે એને કદી છોડવું પડે તેમ ન હોય અને તું જ્યાં જા ત્યાં સાથે આવે તેવું હોય–તે તો તું તેની ખાતર ગમે તેટલું કર. બાકી યાદ રાખજે કે દેવતાઓ મેટા આયુષ્યવાળા હોય છે છતાં તેને પણ આયુષ્યના છ માસ બાકી રહે છે ત્યારે વૃથા જન્મ વ્યતીત કર્યા સંબંધી માથાં પછાડી પસ્તાવા કરવા પડે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org