________________
અનિત્ય-ભાવના.
૧
માણસ વિરહ સહશે, પરદેશ ખેડશે અને અગવડા ખમશે, પણ આધેડ વયે માણસને સર્વ ચાલી જતુ–હાથમાંથી સરી જંતુ લાગે છે. અને આ ભાગવી લઉં કે પેલું ભાગવી લઉં— એમ થનગનાટ થયા કરે છે અને તેથી જુવાની ઉતર્યા પછીની અને તદ્ન ઘડપણુ આવી ગયા વચ્ચેની વય વધારે જોખમકારક” હાઈ ખાસ સંભાળવા લાયક છે, એવેા મત હાલમાં વધારે જોર પકડતા જાય છે.
'
અહીં આપણે વિચારવાની વાત એ છે કે વિષયા તે જરૂર જવાના છે, છેાડી દેવા પડવાના છે, પણ કામદેવ આ પ્રાણીને તદ્દન ખરખર ખેરડી જેવી સ્થિતિએ પહેાંચ્યા છતાં પણ નચાવે છે, ફસાવે છે અને તેની પાસે ચાળા કરાવે છે. અનિત્ય પદાર્થ પરની આ રૂચિનું વધારે વર્ણન કરતાં પણ શરમ આવે તેમ છે. વસ્તુસ્વરૂપ સમજવુ હાય તેણે આવી મૂર્ખતાભરેલી દશા પણ ધ્યાનમાં રાખવા ચેાગ્ય છે.
૪. એક બીજી યુક્તિ રજુ કરી અનિત્યભાવ અહુ સુંદર રીતે લેખકશ્રી રજુ કરે છે. દેવતાઓને રળવા–કમાવાની ખટપટ નથી, અમૃતપાન કર્યો કરે છે, નાટકો જુએ છે, લીલેાતરીથી આંખાને તૃપ્તિ આપે છે, અમૂલ્ય રત્નાથી પ્રકાશ પામે છે, એક સરખું સુખ દેવાંગનાઓ સાથે ભેગવે છે અને આખા વખત ક્રીડા, આનદ અને રળવાની ફીકર વગરનું સુખી જીવન ગાળે છે, દેવાને દુ:ખના ખ્યાલ પણ આવતા નથી, ત્યાં જીવનહ નામના પણ નથી, વળી એમનાં આયુષ્ય પણ ખૂબ મેટાં હોય છે, ભુવનપતિના દેવા પણ એક સાગરાપમ જીવે છે, ખાર દેવલેકમાં તેથી વધારે સાગરાપમ અનુભવે છે અને અનુત્તરવિમાનમાં સર્વાર્થસિદ્ધના દેવાનુ આયુષ્ય ૩૩ સાગરાપમનું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org