________________
૮૦
=
શ્રીમ્સાંતસુધારસ સામું જોવામાં મજા માણે છે, કામની કથાઓ કરવામાં આનંદ ભગવે છે અને જાણે કામદેવના વિકાને કોઈ પણ પ્રકારે. માર્ગ આપવામાં એને જીવનનું સાર્થકય લાગે છે.
ભર્તુહરિ એક બહુ સુંદર રૂપક રજુ કરે છે. કુતર કાણે હોય, એને આખે શરીરે ખસ થઈ હોય, શરીર પરના બાળ ઉડી ગયા હોય, પૂછડી પણ અરધીપરધી કપાઈ ગઈ હોય, કાને સાંભળી શકતો ન હોય, ઘરઘરના ટુકડા ઊઠાવતો હોય અને સર્વત્ર હડધુત થતો હોય–આ કુતરે પણ કુતરીને દેખી તેની પાછળ દોડે છે ! ખરેખર ! કામદેવ તો મરેલાને એક વધારે પાટુ મારે છે.
તમે જુવાની ખાઈ બેઠેલા ઘરડા ખખની વાત સાંભળી હોય તો તમને ખરેખર વિચારમાં નાખી દે. જેણે જુવાનીમાં રખડવાને બંધ કર્યો હોય તે ઘડપણમાં શું કરે એ શિષ્ટ ભાષામાં કહી શકાય તેમ નથી, પણ એ સ્ત્રીની વાતો અને વિકારની દશાના કુતરા જ રહે છે. શરીર ન ચાલે ત્યારે મન વધારે ઉછાળા મારે છે. કામદેવનું જોર તો એવું છે કે એની ખાતર ૭૦ વર્ષના ડેાસાઓને પણ ડોશી સાથે એકાંતમાં સુવાની ના પાડવામાં આવી છે. એવા ડાસાઓના કેસ પણ કેટમાં આવ્યા કરે છે. ઘડપણની અસર શરીર ઉપર થાય ત્યારે મનને માર્ગ કેટલો વધારે મેક બને છે તેની ખાતર તો મેટા નાટકો લખાય તેમ છે.
એક પ્રશ્ન વિચારવા જેવો છે. આપણે જુવાનીને “ગદ્ધાપચીશી” ઉપર કહી, પણ જિંદગીમાં એથી પણ વધારે ભયને સમય ચાલીશથી પચાસ વર્ષ લગભગમાં આવે છે. જુવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org