________________
મનિન્યભાવના.
જરાવસ્થાના બારીક અવલોકનથી બરાબર ખ્યાલમાં આવે તેવું છે. જુવાનીના લટકામટકાવાળી સ્ત્રીઓને બાળ સફેદ થવા માંડે ત્યારે કેવી દશામાં જોવાય છે અને ગુપ્ત વ્યાધિની વાત બાજુએ રાખતાં તેમનાં મનને પરિતાપ અસહ્ય થઈ પડે છે. યુરેપની જનતામાં એવી પ્રથા છે કે જ્યારે જ્યારે જે કઈ સ્ત્રી પોતાના રૂપતિશયના કારણે સર્વ કોઇનું ધ્યાન ખેંચે છે ત્યારે ત્યારે તેને તેનું પદ આપવામાં આવે છે. ગામની, પ્રાંતની, દેશની અથવા તે આખા યુરેપની એક “રાણું ” બે વર્ષ એને મહિમા એર હોય છે. એની છબીઓ, સરઘસ અને ધમાલે ચાલે છે, પણ પછી પાંચેક વર્ષમાં અંધારી રાત આવે છે ત્યારે કે તેની સામું પણ જોતું નથી. પફ પાઉડરના લપેડા અંતે ખલાસ થાય છે. આવા જોતજોતામાં ચાલ્યા જનારા અને માનસિક, શારીરિક ગ્લાનિ પછવાડે મૂકી, જનારા
જોબન” ઉપર આધાર રાખે તેને ઉપાધ્યાયશ્રી “મૂઢ” કહે છે અને એની ખાતર પડી મરનારને બીજી વાર મૂઢ કહે છે.
૩. આ તા જુવાનીની વાત થઈ. ચાર દહાડાને ચટકો શું છે તે તમે જોયું, પણ ખરી ખુબીની વાત તો એ છે કે ઘડપણમાં શરીર તદ્દન ખલાસ થઈ ગયું હોય, માથા ઉપર બાળ સફેદ થઈ ગયા હોય, કપાળમાં કરચલીઓ પડી ગઈ હોય અને ટૂંકામાં કહીએ તે શરીર તદૃન હાડપિંજર જેવું થઈ રહ્યું હોય, મરવાને વાંકે જીવાતું હોય અને તલમાંથી તેલ કાઢી લેવામાં આવે અને પછી ઢેરને ખવરાવવા ગ્ય રસકસ વગરના ખોળ જેવું શરીર થઈ ગયું હોય ત્યારે પણ આ પ્રાણ કામદેવના વિકારેને છેડતો નથી. એનું શરીર ન ચાલે તે એ સ્ત્રીઓ સાથે ચાળાચેષ્ઠા કરવામાં રસ લે છે, સ્ત્રીઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org