________________
અનિત્યભાવના.
૭૭
ગમે ત્યાં મુખને સ્વાદિષ્ટ લાગે તેવું ખાય છે અને જાણે શરીરની એ સ્થિતિ કાયમ રહેશે એમ માની તેદ્વારા પાર વગરનાં અત્યાચાર કરે છે; પણ એ જુવાની ખરેખર કુતરાની પુંછડી જેવી વાંકી જ છે. એના સપાટામાં આવનાર પણ વાંકા ટેડા થઈ જાય છે, પણ “જબનીઆને લટકે દહાડા ચાર જે” એ વાત ખરેખરી બને છે. એ જુવાની તે જોતજોતામાં ચાલી જાય છે અને પછી આંખે ચશમાં આવવા માંડે, દાંત હાલવા માંડે, બાલ સફેદ થવા માંડે–ત્યારે આ જીંદગીમાં જુવાનીના જુસ્સામાં કરેલા અત્યાચારનાં ફળો ભેગવવાં પડે છે. પછી અપચા થાય, દાંતની દવા કરવી પડે, છાતી દુઃખે, ઘસારા થાય વિગેરે. પણ આ ડહાપણ ઘણાખરાને બહુ મેડું આવે છે. જુવાનીને “દિવાની ” એટલા માટે જ કહેવામાં આવે છે, પણ એ આવેલી ચાલી જદી જાય છે અને જરૂર જાય છે.
એ જુવાનીને વશ થઈ પ્રાણ તદ્દન પરવશ બની જાય છે, તે કોણ છે? એનું પણ એને ભાન રહેતું નથી, પોતાનું વિશિષ્ટ તત્ત્વ એ ભાળતો નથી અને એની બુદ્ધિમાં પણ એટલે ફેરફાર થઈ જાય છે કે એને સ્વપ્નાં પણ બેટા માર્ગમાં જ આવે છે, એનાં મનોરાજ્યમાં ચારે બાજુએ યુવતીઓ રાસડા લે છે અને એ સારું સારું ખાવાનું, સ્ત્રીસેવનનું, રખડવાનું, નાટકસિનેમા જોવાનું અને ધમાલ કરી દરેક ઇંદ્રિયને તૃપ્ત કરવાનું જ ચિંતવન કરે છે. આવી રીતે એ ઈદ્રિયોને વશ કરવાને બદલે પિતાની કલ્પનાશક્તિના દુરૂપયેગથી ઇન્દ્રિયને વશ બની જાય છે અને બધો વખત એની તૃપ્તિનાં વલખાં માર્યા કરે છે. એની નજરની તુમાખી, એની વચનની બીનજવાબદારી, એના વર્તનની અચોક્કસતા એને પરવશ બનાવે છે અને જાણે એનામાં કઈ જાતનું ભૂત ભરાયું હોય એમ વિચારશીલને જરૂર લાગે છે.
એને વશ બની
આવા ફેરફાર થના એ ભાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org