________________
શ્રી શાંત-સુધારસ
ખાઈ જાય, એ વાત પુનરાવર્તનના ભેગે પણ વારંવાર કસાવવા યોગ્ય છે. વીજળીના વિલાસ અને નાચનારીના વિલાસ બરાબર સરખાવવા લાગ્યા છે. મૂળ લયમાં હજુ આગળ વધીએ. ત્યાં એ જ સુરની વાતો હજુ કરવાની રહે છે.
૨. આવી રીતે જીવન અનિત્ય સમજાવ્યું, વિષયસુખની દોસ્તી અનિત્ય બતાવી, આખા સંસારના પ્રપંચને વીજળીના ઝબકારા સાથે સરખાવી ક્ષણસ્થાયી સ્થાપિત કર્યો, પણ આ ભાઈસાહેબને જુવાનીને તોર છે, એને એ વાતમાં હજુ તો હંબગ” જેવું લાગે છે. એ અત્યારે જેને ગદ્ધાપચીશી કહે છે તેમાં છે અને વાંકે ચકો ચાલે છે, માથે વાંકી ટોપી મૂકે છે અને જુવાનીના અનેક અત્યાચાર કરે છે. એના ચાળાનાં વર્ણન કર્યા હોય તે હસવું આવે તેવી વાત છે. એ સમાજમાં કપડાં પહેરી ડાહ્યો–ડમરે થઈને બેઠા હોય ત્યારની વાત જુદી છે, પણ એની જુવાનીના રંગ જ્યારે એ ઘરમાં અથવા રાત્રે રખડીને બતાવે ત્યારે એની વાત, એનો મિજાજ, એનો દમામ ઓર થઈ જાય છે, અને એ સ્ત્રી સાથે એકાંતમાં હાય ત્યારે તે તદ્દન ઘેલો થઈ જાય છે. ત્યારે એ જવાની શી ચીજ છે એ વિચારીએ.
મહારાજા “વસંત'ના મિત્ર તરીકે ચાવીને મેકલે છે. એને દેખાવ મેહક છે પણ એની પછવાડે આપત્તિઓ ભરેલી છે. એ જુવાનીના જોશમાં પ્રાણીને વિવેક, મર્યાદા કે વિચાર રહેતા નથી, એ પિતાની જાતને અમર માની મોજશોખ અને તોફાન કરે છે, જુવાનીના મદમાં અનેક દુષ્કૃત્ય કરે છે, પાપો સેવે છે, સટ્ટા ખેલે છે, દારૂ પીએ છે અને પરસ્ત્રીમાં રમણું કરે છે. એના ખાવાપીવામાં ઠેકાણું રહેતું નથી, વખત-કવખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org