________________
૭૪ /
શ્રી શાંતસુધારસ
દૂધપાક ખાધા પછી કે સ્પર્શ સુખ ભેગવ્યા પછી તુરત વિચાર કર્યો હોય તે જ સમજાય તારે માટે હજુ એ વાત આગળ ઉપર હાથ ધરીએ. પણ જેને તેં સુખ માન્યું છે, જે સુખ સાથે તે દસ્તી બાંધી છે અને જે સુખ મેળવવા તે હાય-વરાળ કાઢે છે, ધમાધમ કરે છે અને જોખમ ખેડે છે તેને જરા થોડા વખત માટે સુખ માની લઈને ચાલીએ તો પણ તે સુખ કેવું છે? કેટલું છે? તે જરા વિચાર કરીને તું જે.
તે માનેલું કેઈપણ સુખ જે. જરા ઉંડે ઉતરીને-વિચાર કરીને બરાબર તપાસજો. એ સુખ કેટલા વખત સુધી ચાલે તેવું છે તે જ પ્રથમ તો વિચાર. એમાં બે વાત છે. એક તો એ સુખ ઘણું જ થોડા વખતનું છે અને હાથને તાળી દઈએ એટલી વારમાં નાશ પામી જનારૂં છે એ બીજી વાત. દૂધપાક ખાધે, સબડકો લીધે, જીભને દૂધપાક અડ્યો, ગળ્યો લાગે, પેટમાં ઉતરી ગયે–ખેલ ખલાસ! આમાં મજા શી? કેટલા વખતની? અને પેટમાં તો દૂધપાક હોય કે જેલને જાડા રોટલે હોય એ સર્વ સરખું જ છે. એનાથી પણ વધારે સ્ત્રીસેવનની વાત છે, પણ તેને ચિતાર આપણે સભ્યતા ખાતર ન ચીતરીએ; પરંતુ એમાં સુખ જેવું કાંઈ નથી અને પછવાડેની સ્થિતિને ખ્યાલ કરીએ તો અતિ તુચ્છ હીણપતભરેલી સ્થિતિ લાગે તેવી વાત છે. અરે આ તે સમજુની દશા હોય? પાંચે ઈંદ્રિયના વિષયસુખે જેની સાથે તે અત્યારે જીવજાન દોસ્તી બાંધી છે અને જેની ખાતર આ સંસાર રચે છે તેમાં માલ શું છે?
ઘોર અંધારી રાત્રી છે, વાદળાં ચહ્યાં છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે. એ વીજળીના ચમકારાને જેટલો વખત લાગે તેટલો વખત તારૂં માનેલું સુખ ચાલે છે, લગભગ ક્ષણિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org