________________
અનિત્ય-ભાવના.
૭૩
આગળ ચાલતાં વિભવ અને પરિવારની ચિંતામાં રહેલી મૂઢતા વિશેષ પ્રકારે બતાવવાની છે. લેખકશ્રીના લયમાં આગળ વધ્યા જઇએ અને તેમ કરતાં પ્રત્યેક ગાથાની આખરે આ ધ્રુવપદ ફરીફરી એલીએ.
:
આ ગ્રંથમાં · વિનય ’ શબ્દ ઘણીવાર આવશે. વિનય એટલે વિનિવન, કાષ્ઠ આડાઅવળા ગયા હાય તેને ઠેકાણે લઈ આવવે તે વિનય ’ કહેવાય. મેાક્ષની અભિલાષા પણ ‘ વિનય ’ કહેવાય. આખરૂવાળું વિશિષ્ટ પદ્ધતિસરનું વર્તન વિનય કહેવાય. આ ગ્રંથના લેખકશ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે પેાતાની સાથે વાતા કરી છે અને પેાતાને ઉદ્દેશીને વિનય નામથી સંખેધે છે. એ સુંદર શબ્દને બહુ સારા ઉપયેાગ લેખકશ્રીએ કર્યો છે. આપણે આપણી જાતને વિનય કહીને સખાધી શકીએ. વિનય શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં આ અર્થ પ્રત્યેક સ્થાને સમજી લેવા.
૧. તે અત્યારે પાંચ ઇંદ્રિયના વિષય સાથે ઢાસ્તી બાંધી છે. તને સારૂં સારૂં ખાવાનું મળે ત્યારે તું સુખ માને છે, તુ સુંદર સ્ત્રી સાથે વિષય સેવવામાં લહેર માણે છે, તુ ભ્રમરની પેઠે જે તે ફૂલ ઉપર બેસી તેનું મધ ચાટવામાં મજા માણે છે, તું દૂધપાક-પુરી કે રસ-રેટલી મળે ત્યારે સમડકા લેતાં અમૃત પીતા હેાય એમ ગણે છે, સુંદર રૂપ જોવામાં તારી આંખાનું ફળ મળતું હાય એમ તને લાગે છે, આપેરા ચાલતા હોય કે વાજિત્રના સુર જામ્યા હૈાય ત્યારે તારા કાન તૃપ્તિ માને છે. આવી રીતે તે પાંચે ઇંદ્રિયનાં સુખની સાથે ગાઢ સંબંધ માન્યા છે; જો કે એ ઇંદ્રિયના વિષયની સેવનામાં વાસ્તવિક રીતે જરા પણુ સુખ જેવું છે જ નહીં એ તને અતાવાય તેમ છે. તે વિચાર કર્યાં હાત તે તને સમજાય તેમ પણ છે, પણ એ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org