________________
૭૨
શ્રી.શાંત-સુધારસ
સર્વથા ચેાગ્ય છે અને તેથી તે તારા ઉપનામનું પ્રત્યેક ગાથાને છેડે પુનરાવર્તન કરવું પડયું છે.
તુ સર્વને ‘તારૂં પેાતાનું ' માનીને-તેને ‘મારૂં મારૂં ગણીને છાતી કૂટયા કરે છે પણ બીજાની વાત બાજુએ મૂક, તારાં પેાતાનાં જીવતરને જ તપાસ. તારૂ શરીર કેટલું તારૂ છે ? કત્યાં સુધી તારૂં છે? જરા જો.
એક વન છે, એમાં વનરાજી ફાલીકુલી રહી છે, એમાં દર્ભ (ડાભડા)નુ ઘાસ ઉગેલું છે, ઝાકળ પડી છે, ઝાકળના જળનું એક ટીપુ એ દની છેડે વળગેલુ છે, પ્રભાતના પવન ફુંકાય છે—હવે ડાભના છેડા પર રહેલા પાણીના ટીપાને નીચે પડતાં વાર કેટલી ? એ કયારે પડશે એ કહેવુ તે કરતાં એ કેટલે વખત ત્યાં ટકશે એ વિચારવું જ ખાકી રહે છે. એ ટીપા જેવું આ જીવતર છે. એ ટીપાની જેટલી સ્થિતિ કાયમ ગણવાની ધૃષ્ટતા કરાય તેટલી આ જીવનની સ્થિતિ કાયમ ગણવાની ઉદ્ધતાઈ ગણાય. પડું પડુ થઈ રહેલું એ ટીપું ગમે ત્યારે પડી જાય એ તે સમજાય તેવી વાત છે, પણ એ ત્યાં અમુક વખત જરૂર ટકશે એવી ગણતરી ગણીને હિસાબ થાય ખરા ? એવા ધારણ ઉપર કાંઇ રચના થાય ? અને એવી રચના જે કરે તે કેવેા ગણાય ? એને માટે આ પ્રાણીને ‘ મૂઢ' કહેવાની છૂટ લેખકે લીધી જણાય છે. અથવા એ ડાભના છેડા પર પહુ પડુ થઈ રહેલું જળબિંદુ અસાર છે–સાર વગરનું છે, નિરથક છે, દમ વગરનું છે, એની વાતમાં કાંઇ માલ નથી. એવા ટીપાની કદાચ થોડા વખત ટકી રહે તે પણું, ઉપયેાગિતા શી ? આવશ્યકતા શી ? એમાં એને કે કાઇને લાભ શે ? એ કયા પ્રકારના લાભની સંભાવના પણ કરી શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org