SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ૐકારાય નમો નમઃ પ્રસ્તાવના યાકિની મહત્તરાસુનુ શ્રીમાન્ આચાર્ય પ્રવરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ની રચના ષોડશકપ્રકરણ” અને ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય યોવિજયજી ગણિવરની યોગદીપિકા ટીકા અને બન્નેના મુનિશ્રીરત્નજ્યોત વિજય લિખિત ગુજરાતી ભાવાનુવાદ સાથે પ્રસ્તુત ગ્રંથ પ્રગટ થઇ રહ્યો છે તે ઘણા આનંદની વાત છે. ૧ ષોડશક પ્રકરણના છેલ્લા પોણોસો વર્ષમાં ઘણા સંસ્કરણો થયા છે. અને તાજેતરમાં થઇ રહ્યા છે. ગ્રંથકારશ્રીના અને ટીકાકારશ્રીના જીવન અને કવન અંગે સ્વતંત્ર પુસ્તકો અને સંખ્યાબંધ લેખો લખાયા છે. જિક્ષાસુઓએ તે તે `સ્થળેથી વાંચી લેવું. આ. હરિભદ્રસૂરિજીના શાસ્ત્રવાર્તાસમુચ્ચયથી સંસારદાવા૦ સુધીના અત્યારે ૬૫ જેટલા ગ્રંથો મળે છે. આ ગ્રંથોમાં આગમ-દર્શન-યોગઅધ્યાધ્ય-ચરણ ક૨ણ-જ્યોતિષ કથા એમ એટલું બધું વિષય વૈવિધ્ય મળે છે કે આપણને એમ થાય કે તેઓશ્રીએ રચેલા ૧૪૪૪ ગ્રંથોમાં તો કોણ જાણે કેટકેટલા વિષયો-પદાર્થોનું નિરુપણ હશે ! માનો જ્ઞાનનો સાગર જ લહેરાતો હશે ! પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમાન્ આનંદસાગરસૂરીશ્વરજી ૧. ષોડશકપ્રકરણ આ યશોભદ્રસૂરિટીકા અને ઉપાધ્યાય યશોવિજયજી ટીકા સાથે દેવચંદ લાલભાઈ જૈનપુસ્તક ફંડ તરફથી ઈ.સ.૧૯૧૧માં, આ.યશોભદ્રસૂરિટીકા અને ઉપા. યશોવિજયજી ટીકાનો કેટલોક અંશ ઋષભદેવ કેશરીમલ સંસ્થા તરફથી વિ.સં.૧૯૯૨ માં પંચસૂત્ર ષોડશકમ્ દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી વિ.સં.૨૦૩૭ માં, ષોડશક પ્ર.ઉપા. યશોવિ. ટીકા સાથે સંપાદક માનવિજય. આઠ ષોડશકો વિવેચન સાથે કેશવલાલ જૈન તરફથી ઇ.સ.૧૯૩૬ માં અને “ધર્મનું સર્જન કર્મનું મંજન યાને ષોડશક ભાવાનુવાદ"જૈન શ્વે.મૂ.પૂ. ટ્રસ્ટ ગાંધીનગર બેંગ્લોર તરફથી એક વર્ષ પહેલાં પ્રગટ થયેલ છે. મુનિશ્રી યશોવિજયજી રચિત નૂતન ટીકા અને ભાવાનુવાદ સાથે ઉપા. યશોવિજયજી ટીકા યુક્ત ષોડશક મુદ્રણાધીન છે. પં.શ્રી મિત્રાણંદસાગરજીએ ગુજરાતીમાં અને પં.ધીરેન્દ્રભાઇ બનારસવાળાએ હિન્દીમાં અનુવાદ કયિના સમાચાર પણ મળ્યા છે. ૨. આચાર્ય હિરભદ્રસૂરિ લે. હીરાલાલ ૨. કાપડિયા, સમદર્શી આચાર્ય હિરભદ્ર લે. પં. સુખલાલ હરિભદ્રસૂરિ ચરિત્ર પં. હરગોવનદાસ. હરિભદ્રસૂરિકા સમયનિર્ણય લે જિનવિજય. અમર ઉપાધ્યાય લે. આ. પૂર્ણચંદ્રસૂરિ યશોદોહન લે. હીરાલાલ કાપડિયા. શ્રીષોડશક પ્રકરણમ્ 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy