SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. કારણ કે સમય પાકતા પૂર્વનો રાગ તેના ફળનો નાશ કરનાર છે. જેમ પાક્યા પહેલાનું ધાન્ય લણી લેતા ફળ પ્રાપ્ત થતું નથી. અહીં પણ ઈતર અનુષ્ઠાનનો રાગ કરવાનો સમય નથી છતાં કર્યો માટે. શાસ્ત્રોક્ત ચૈત્યવંદન સ્વાધ્યાય વિ. માં શ્રુતના અનુરાગથી ચૈત્યવંદન વગેરે કરવાના સમયે તે ચૈત્યવંદનનો અનાદર કરી સ્વાઘ્યાયમાં પ્રીતિ કરનારને તત્ચૈત્યવંદન સબંધી ઉપયોગ ન રહેવાના કારણે ઈતરમાં ચિત્ત આસકત થવાથી આ અન્યમુદ્દે દોષવાળું કહ્યું છે. શાસ્ત્રમાં કહેલા બે અનુષ્ઠાનમાં આ આદરવા યોગ્ય છે અને બીજું આદરણીય નથી એવો વિશેષ તફાવત નથી || ૯ || रुजि निजजात्युच्छेदात् करणमपि हि नेष्टसिद्धये नियमात् । अस्येत्यननुष्ठानं तेनैतद्वन्ध्यफलमेव ।। १० ।। रुजि-रोगे चित्तदोषे सति निजजातेरनुष्ठानसामान्यस्योच्छेदात्करणमपि यस्य प्रस्तुतार्थस्य नियमान्नेष्टसिद्धये नाभिमतसम्पादनाय, इति हेतोरननुष्ठानमकरणं, तेन कारणेनैतत्करणं वन्ध्यफलमेवेष्टफलाभावादियं हि रुग् भङ्गरूपा पीडारूपा ગાથાર્થ :- રોગચિત્તદોષ આવ્યે છતે અનુષ્ઠાન સામાન્યનો ઉચ્છેદ થવાથી અનુષ્ઠાનનું આચરણ પણ નિયમથી ઈષ્ટ સિદ્ધિ માટે થતું નથી. આ હેતુથી તે અનનુષ્ઠાન જ છે. તે કારણે આ અનુષ્ઠાનનું આચરણ વંધ્યફળવાળુ જ રહે છે. (વ્યર્થ બને છે) વિશેષાર્થ :- રોગ રૂપી ચિત્ત દોષ હોતે છતે અનુષ્ઠાન માત્રનો ઉચ્છેદ થઈ જાય છે તેથી તે વખતે કંઈપણ કરવું તે ઈચ્છિત સંપાદન માટે થતું નથી. એટલે તે આચરણને અનુષ્ઠાન ન કહેવાય. માટે જ તે ફળ આપનાર બનતું નથી. ભંગ રૂપ કે પીડા રૂપ આ રોગ અનુષ્ઠાન જાતિનો ઉચ્છેદક હોવાથી કોઈ પણ અનુષ્ઠાનને ફળદ્રુપ બનવા દેતો નથી. માટે વિવેકીએ તેને દૂરથી સલામ કરવા જોઈએ (દૂર કરવો જોઈએ) विवेकिना वाऽनुष्ठानजात्युच्छेदकत्वात्सर्व- कृतानुष्ठानवन्ध्यत्वापादिकेति परिहर्त्तव्या । अथ भङ्गरूपाया पीडारूपाया वा रुजः शक्तौ सत्यामपरिहारः 188 Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશક પ્રકરણમ્-૧૪ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy