SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ યોગની શુદ્ધિવાળા યતિના ભિક્ષાટનાદિ બધુજ પરાર્થક૨ણ જાણવું. વિશેષાર્થ :- શાસ્ત્રમાં કહેલા જે અનુષ્ઠાન છે તેને કરવામાં તત્પર; પરમાર્થથી મન, વચન કાયા યોગની વિશુદ્ધિ સહિત એવા સાધુના જે આહારગવેષણા, આદિપદથી - વસ્ત્રપાત્રાદિની ગવેષણા ઈત્યાદિ બધા જ અનુષ્ઠાન પરાર્થકરણ રૂપે જાણવા. મુનિ વડે ગ્રહણ કરાતા આહાર વસ્ત્રપાત્રાદિ દાતાને પુણ્ય બંધનું કારણ બનતા હોવાથી એટલે ભિક્ષાટનાદિ પરોપકારના હેતુ બને છે. વિશુદ્ધ યોગની પ્રવૃત્તિ એટલે શુદ્ધ મનવચનકાયયોગનો વ્યાપાર તે પરાર્થકરણના અર્થી સાથે નિયત છે. અર્થાત્ યોગ શુદ્ધિ હોય તો તેની સાથે પરાર્થકરણ પણ હોય જ એ તાત્પર્ય છે. કારણ સામાયિક (ચારિત્ર) માં એ શક્તિ (તાકાત) છે કે જે ઉચિત પ્રવૃત્તિ કરાવે જ. ઉચિત પ્રવૃત્તિ કરાવે જ એવી સામાયિકની શક્તિ દ્વારા યોગશુદ્ધિ પરાર્થકરણ સંપાદક બને છે, એમ જાણવું... | ૫ || इतिकर्तव्यतामाह सर्वत्रानाकूलता यतिभावाव्ययपरा समासेन । कालादिग्रहणविधौ क्रियेतिकर्त्तव्यता भवति ॥ ६ ॥ काल सर्वत्र सर्व्वस्मिन् कालादिग्रहणविधौ कालस्वाध्यायादिग्रहणाचारे विभागप्रतिनियते, क्रिया योगप्रवृत्तिः समासेन सङ्घपेणेतिकर्त्तव्यता भवति, रात्रिन्दिवनियतक्रमशुद्धक्रियासन्तानस्येतिकर्त्तव्यतापदार्थत्वात् । कीदृशी सा ? अनाकूलतयाऽत्वरया यतिभावस्य सामायिकरूपस्याव्ययपराऽव्यपगमनिष्ठा, बहुकालसाध्यक्रियायां त्वरया ह्यप्रमत्तत्वलक्षणो यतिभावो व्येतीत्येतद्विशेषणમુક્તમ્ || ૬ || | ઈતિ કર્તવ્યતાને દર્શાવે છે... ગાથાર્થ :- કાલ ગ્રહણ લેવા તેમજ સવાધ્યાયાદિ સર્વ આચારમાં ઉતાવળ કર્યા વગર; સામાયિક રૂપ યુતિભાવ નાશ ન પામે તેની પૂરી કાળજી રાખવા પૂર્વક યોગની પ્રવૃત્તિ કરવી તે સંક્ષેપથી ઈતિ કર્તવ્યતા છે. વિશેષાર્થ :- જે ક્રિયા કરવામાં ઘણો સમય લાગવાનો હોય તેમાં ઉતાવળ કરવાથી અપ્રમતરૂપ યતિભાવ નાશ પામે છે. માટે “યંતિ શ્રીષોડશક પ્રકરણમ્-૧૩ 169 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy