SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણે પૂજામાં જે થાય તે બતાવે છે. .. ગાથાર્થ :- પ્રથમ પૂજામાં ઉચ્ચકોટિના પુષ્પ વિ. સદા પોતના હાથે જ પૂજા કરનાર મૂકે છે (પ્રતિમા ઉપર ચઢાવે છે) બીજી પૂજામાં બીજા સ્થાનથી ફૂલ વિ. ચોક્કસ મંગાવે છે. સઘળા ગુણોથી અધિક સંઘોગના સારભૂત જે પરમાત્મા સ્વરૂપ તેની પૂજા કરવામાં તત્પર પુરુષ ત્રીજી પૂજામાં ત્રણે લોકોમાં સુંદર કલ્પવૃક્ષાદિના પુષ્પ વિ. ને મનથી (કલ્પનાથી) આપાદાન કરે છે - (લાવીને પ્રભુને ચઢાવે છે.) વિશેષાર્થ :- સદ્ધર્મના વ્યાપારનો સાર અજર અમર પદનો હેતુ હોવાથી પરમાત્મ સ્વરૂપની પૂજા કરવામાં દત્તચિત્તવાળા બની સર્વગુણોથી અધિકની સર્વ ગુણોથી ચઢિયાતા એવા પૂજોપરણ મનમાં લાવી અતિશય સંતોષ માટે બુદ્ધિશાળીએ પૂજા કરવી. || ૧૧ || || ૧૨ || अत्र पूजायां स्नानादिगतं पूर्वपक्षमुद्भावयति । स्नानादौ कायवधो न चोपकारो जिनस्य कश्चिदपि । कृतकृत्यश्च भगवान् व्यर्था पूजेति' मुग्धमतिः ॥ १३ ॥ स्नानादौ स्नानविलेपनसुगन्धिपुष्पादौ पूर्वोक्ते कायवधी जलवनस्पत्यादिवधः स्पष्ट एव भवति, स च प्रतिषिद्धः, न चोपकारः सुखानुभवरूपो जिनस्य वीतरागस्य मुक्तिव्यवस्थितस्य, તંત: स्नानाद्यविनाभाविकायवधात् कश्चिदपि भवति । कृतकृत्यश्च निष्ठितार्थश्च स भगवान्न किञ्चित्तस्य करणीयमस्मदादिभिरस्ति, तस्माद्व्यर्था निष्प्रयोजना पूजेत्येवं मूढमतिरव्युत्पन्नबुद्धिः पर्यनुयुङ्क्ते ॥ १३ ॥ આ પૂજા વિષે સ્નાનાદિ સંબંધી પૂર્વપક્ષ ખુલ્લો કરે છે. : ગાથાર્થ :- સ્નાન વિલેપન સુગંધી પુષ્પ વિ. માં પાણી વનસ્પતિ વિ. ના જીવોનો વધ થાય છે. અને પ્રભુને કશો પણ ઉપકાર થતો નથી. તેમજ પ્રભુ કૃતકૃત્ય છે. માટે પૂજા નકામી છે. એવી મૂઢમતિવાળો કુશંકા કરે છે. વિશેષાર્થ ઃ- સ્નાનાદિમાં જીવ વધ (સ્પષ્ટ) ચોખ્ખો દેખાય જ છે. શ્રીષોડશકપ્રકરણમ્-૯ 122 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy