________________
વાન
નમન ભયને અભિવ્યક્તિ શિર ભંગી જ અર્થવાળ
વિષયવાળા, ગંભીર, વિવિધ વર્ણથી જોડાયેલા, આશય વિશુદ્ધિને જગાડનાર, સંવેગ રસમય, પુણ્યના હેતુભૂત, પોતાના પાપનું નિવેદન કરનારા, પ્રણિધાનની પ્રધાનતાવાળા, અનેક અર્થવાલા અખ્ખલિત વિ. ગુણવાળા ઉત્તમબુદ્ધિવાળાઓએ રચેલા સ્તોત્રથી પૂજા કરવી જોઈએ.
વિશેષાર્થ - પિડ - શરીરના ૧૦૦૮ લક્ષણોને દર્શાવનાર. કિયા- સર્વ અતિશયવાળા, દુવર પરિષદને જીતવા વિ. સુંદર આચારોની પ્રરૂપણા કરનારા, ગુણ - આત્મસ્વભાવના અવિનાભૂત જ્ઞાનાદિ ગુણોનું વર્ણન કરનારા ગંભીર - સૂક્ષ્મમતિથી જાણી શકાય તેવા અર્થવાળા, વિવિધ વર્ણ સંયુક્ત અનેક જાતનાં છંદ અલંકાર ભંગીથી વિચિત્ર જે વર્ષો તેનાથી યુક્ત, શાંતરસની અભિવ્યક્તિ દ્વારા આશયની શુદ્ધિ કરનારા, સંવેગ - સંસારના ભયને કે મોક્ષની જોરદાર ઈચ્છાને દર્શાવનારા. પુણ્ય - જેના નિમિત્તે ઉંચા સ્થાને જવાય તેવા. પાપનિવેદન ગર્ભ - રાગાદિથી કરેલા પાપોનું નિવેદન કરનાર પ્રણિધાન પુરસ્સર - એકાગ્રતાની પ્રધાનતાવાળા. पापानां रागद्वेषमोहकृतानां, स्वयंकृतत्वेन निवेदनं गर्भोऽन्तर्गतभावो येषां तानि तथा तैः प्रणिधानमैकाम्यं तत्पुरस्सरैरुपयोगप्रधानैरितियावद्विचित्राथैबहुविधार्थयुक्तैरस्खलितादयो गुणाः अस्खलितामिलिताव्यत्यानेडितादिलक्षणास्तैर्युतैरभिव्याहारकाले स्तोत्रैश्च महामतिभिर्विशिष्टबुद्धिभिग्रंथितैरियं पूजा कर्तव्येति पश्चात्सम्बन्धनीयम् ।। ७ ॥
વિચિત્રાર્થ - અનેક પ્રકારના અર્થવાળા અને બોલતી વખતે અસ્મલિતાદિ ગુણ યુક્ત સ્કૂલના વગરના .. અમિલિત - વિસદ્ગશ પદોથી અનેક જાતના ધાન્યને મેળવનારની જેમ જે મળેલું નહિં, તે અમિલિત, અથવા વિપર્યત પદ વાક્ય જેમાં મેળવેલા ન હોય પણ યથાસ્થિત જ મેળવેલા હોય અથવા પદ વાક્યનો વિચ્છેદ જેમાં બરાબર છે. અવ્યત્યાગ્રંડિત - વિવિધ પ્રકારના અનેક શાસ્ત્રોના પદ વાક્ય રૂપ પલ્લવોને વિમિશ્ર કરી દીધેલો હોય તે વ્યત્યાગ્રેડિત, અથવા જ્યાં ત્યાં થી જેમ તેમ પદોને કે વાક્યોને તોડી નાંખીને ગુંથી કાઢેલા હોય તે વ્યત્યાગ્રંડિત આવું જ ન હોય તે અવ્યત્યાગ્રંડિત આવા લક્ષણો યુક્ત તેમજ વિશિષ્ટ બુદ્ધિમાનોએ ગૂંથેલા સ્તોત્રો (સ્તવન) વડે સ્તોત્ર પૂજા કરવી જોઈએ . ૬I | ૭.
L118
શીષોડશકપ્રકરણ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org