SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ ભૂમિ ઉપર પણ મનની સ્થાપનાથી એટલે વિશિષ્ટ વિધિ અને વિશિષ્ટ સામગ્રી વિના પંચનમસ્કાર મહા મંત્ર (નવકાર મન્ટ) ત્રણવાર ગણીને જે પ્રતિષ્ઠા કરવામાં આવી હોય તે પણ પ્રશંસાપાત્ર - આવકાર્ય છે. ક્યારેક વિસ્તૃત વિધિ વિધાન શક્ય ના હોય ત્યારે જંગલમાં દમયન્તી વગેરેની જેમ આ રીતે પણ મૂર્તિપ્રતિષ્ઠા (પ્રાણ પ્રતિષ્ઠા) થઈ શકે છે. (નવકાર મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે.) કારણ કે પવિત્ર તેમજ આકાશમાં રહેલું હોય એટલે ભૂમિને અડક્યા વિનાનું પવિત્ર ગાયનું છાણ વિ. થી ભૂમિ વિ. ને લીંપવી આટલી વિધિ પણ ફળ આપનારી છે. एते सर्वेऽपि पक्षाः स्वोपयोगसाधारणानामनुष्ठानानां 'उवयारङगत्ति उपकारनीति किञ्चिद्विशेषेणेष्टफलाः, कर्म हि सर्वं सर्वस्योपयोगसदृशं प्रशस्तं; न तु कस्यचित् किञ्चिज्जात्या प्रतिनियतं ततो यस्य यदुपकारकं तस्य तदिष्टमिति स्वकृतस्थापनादिपक्षाः सर्वेपि विभक्तव्याः . - स्वकृतस्थापनादिबुद्ध्या भक्तिविशेषोत्पत्तौ समीचीना ममत्वकलहाद्युत्पत्तौ चासमीचीना इतिभावः । इत्थं च ये गुर्वादिप्रतिष्ठापित्वं सर्वथानुपयोगीति वदन्ति; ये च विधिप्रतिष्ठापितत्व एव निर्भरं कुर्वन्ति तेषामभिप्रायं त एव विदन्ति, इति कृतमतिविस्तरेण ।। ४ ।। પોતાપોતાનાં ઉપયોગવાળા અનુષ્ઠાનો ઉપકારના કારણ હોવાથી આ સર્વ પક્ષો વિશેષ રીતે ઈષ્ટ ફળ આપનારાં છે. જે પ્રકારનું કાર્ય હોય તેવો જ ઉપયોગ હોય એવું બધાનું કર્મ સારું જ કહેવાય છે. એટલે લોગસ્સ બોલતી વખતે તેનો જ ઉપયોગ હોય તો લોગસ્સ બોલવાની પ્રવૃત્તિ શુભ કહેવાય. તેમાં વચ્ચે જો નમુસ્કુર્ણ વિ. ના વિચાર આવે તો સારું ન કહેવાય . કોઈપણ વ્યક્તિને આજ પ્રકારનું અનુષ્ઠાન કરવાનું એવો કોઈ ચોક્કસ નિયમ ઘડાયેલો નથી. એટલે જેણે જે અનુષ્ઠાન ઉપકાર કરનાર હોય તે તેનાં માટે ઈષ્ટ જ છે. માટે પોતે કરેલી સ્થાપના વિ. પક્ષો જુદા પાડવા (ભેદ પાડી સાપેક્ષ ભાવથી સમજાવવા) જોઈએ. એટલે કે પોતે કરેલી સ્થાપના બુદ્ધિથી વિશેષભક્તિની ઉત્પત્તિ થતી હોય તો સારું અને મમત્વભાવ તેમજ આ મારા દેરાસરમાં વચ્ચે પડનાર કોણ ? ઈત્યાદી અભિમાન વિ. કારણે ઝઘડો વિ. થાય તો સારું ના કહેવાય. આવી વાત શ્રીષોડશકપ્રકરણ-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy