________________
: ૭૮ : ૧૧ સાધુસામાચારી-પંચાશક ગાથા-૨૯
તે રીતે કરવાનો નિશ્ચય થાય છે. આ સ્વીકાર=નિશ્ચય શુભ ભાવ છે. કાર્યમાં પ્રવૃત્તિ કરનારના શુભભાવ મંગલરૂપ છેવિદનવિનાશક છે. [ આથી કાર્ય સારી રીતે સિદ્ધ થાય છે. (૨૭).
તેથી (ગુરુને પૂછીને કરવાથી સારી રીતે કાર્યસિદ્ધિ થવાથી) વર્તમાન ભવમાં પાપને ક્ષય અને પુણ્યને બંધ થાય છે. તથા પરભવમાં સુંદર મનુષ્યભવરૂપ શુભગતિ અને તીર્થકર, ધર્મગુરુ આદિનો વેગ થાય છે. આથી (પાપક્ષયપુણ્યબંધ-મનુષ્યભવ-તીર્થંકરાદિ વેગથી ) વાંછિત કાર્યોનો પ્રશસ્ત અનુબંધ થાય છે. અને એ જ રીતે (-વાંછિત કાર્યને અનુબંધની જેમ) સર્વ કાર્યોની સિદ્ધિ-કૃતકૃત્યતા થાય છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થાય છે. [ આથી ગુરુને પૂછીને કરેલું કાર્ય કલ્યાણકારી બને છે. ] (૨૮) ગુરુને પુળ્યા વિના કેઈ કાર્ય ન થાય :इहरा विवजतो खलु, इमस्स सम्वस्स होइ जं तेणं । बहुवेलाइकमेणं, सव्वत्थापुच्छणा भणिया ॥ २९ ॥
ગુરુને પુછળ્યા વિના કાર્ય કરવાથી પૂર્વોક્ત બધા લાભોથી વિપરીત થાય છે-નુકશાન થાય છે. આથી આગમમાં દરેક કાર્યમાં આપૃચ્છના કરવાનું કહ્યું છે.
પ્રશ્ન :-કાર્યો સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે છે. તેમાં વિશેષ કાર્યો તે ગુરુને પૂછીને કરવાં જોઈએ. પણ ઉમેષ-નિમેષ, શ્વાસે શ્વાસ વગેરે સામાન્ય કાર્યો કેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org