________________
ગાથા-૨૨ ૧૧ સાધુસામાચારી-પંચાશક
: ૭૩ :
-
નિષ્કારણ બહાર જનાર સાધુની આવશ્યકી નિરર્થક હોવાથી માત્ર શબ્દોચ્ચારરૂપ છે. માત્ર શબ્દચ્ચારરૂપ આવયિકી મૃષાવાદ હોવાથી કર્મબંધરૂપ દોષ માટે થાય છે. આ હકીકત નિપુણ પુરુષોએ આગમથી જાણવી. અર્થાત્ આ હકીકત અમે જ નથી કહેતા, કિંતુ આગમમાં પણ કહી છે. ગ્રામાયિક નિર્યુક્તિમાં ( આ૦ નિ ગા. ૨૯૪) આ જ હકીકત વ્યતિરેકથી (વિપરીતપણે) જણાવી છે. (૨૦) તે આ પ્રમાણે :- જે સાધુના કાયાદિગ પ્રતિક્રમણ આદિ આવશ્યકોથી (અવશ્ય કરવા લાયક ક્રિયાથી) યુક્ત છે, અર્થાત્ બહાર જવા સિવાયના સમયે પણ બધી ક્રિયા નિરતિચારપણ કરે છે તે સાધુની ગુર્વાજ્ઞાદિપૂર્વક બહાર જતી વખતે આપશ્ચિકી (બહાર જવાની ક્રિયા અને આવસતિ એ શબ્દચ્ચાર) શુદ્ધ છે. કારણ કે એવા સાધુની પ્રવૃત્તિમાં આવશિક્ષકી શબ્દનો અર્થ ઘટે છે. આનાથી વિપરીત સાધુની આવયિકી અશુદ્ધ છે=માત્ર શબ્દચ્ચારરૂપ છે. કારણ કે તેની પ્રવૃત્તિમાં આવશ્યકી શબ્દનો અર્થ ઘટતે નથી.(૨૧) નિષેધક સામાચારીનું સ્વરૂપ – एवोग्गहप्पवेसे, णिसीहिया तह णिसिद्धजोगस्स । एयस्सेसो उचिओ, इयरस्स ण चेव नस्थिति ।। २२ ॥
જેમ જ્ઞાનાદિ કાર્ય માટે વસતિમાંથી બહાર નીકળતાં આવરિયકી સામાચારી છે, તેમ દેવ-ગુરુના અવગ્રહમાં પ્રવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org