________________
ગાથા–૧૨–૧૩ ૧૨ સાધુ સમાચારી–પંચાશક : ૬૭ :
પ્રશ્ન – તેવા તીવ્ર ભાવ શી રીતે થાય ?
ઉત્તર – મિચ્છામિ દુક્કડં પદના અર્થનું જ્ઞાન થતાં તેવા તીવ્ર ભાવ થાય, તે વિના ન થાય. (૧૧)
મિચ્છામિ દુક્કડ પદને અર્થ– मित्ति मिउमद्दवत्ते, छत्ति उ दासाण छादणे होति । मेति य मेराइ ठिओ, दुत्ति दुगुंछामि अप्पाणं ॥ १२ ॥ कत्ति क. मे पावं, डत्ति य डेवेमि तं उवसमेणं । एसा मिच्छादुक्कडपयक्खस्त्था समासेणं ॥ १३ ॥
મિચ્છામિ દુક્કડં પદમાં મિ, છા, મિ, ૬, ક અને ડે એમ છ અક્ષરો છે. દરેક અક્ષરનો અર્થ આ પ્રમાણે છે. મિ=મૃદુતા (નમ્રતા). છાત્રનું છાદન કરવું-રોકવા, અર્થાત ફરી ન કરવા. મિ=મર્યાદામાં (ચારિત્રના આચારમાં) રહેલ. દુ-દુષ્કત કરનાર આત્માની નિંદા કરું છું. આ ચાર અક્ષરોનો સમુદિત અર્થ આ પ્રમાણે છે:- કાયાથી અને ભાવથી નમ્ર બનીને થયેલી ભૂલ ફરી નહિ કરું એવા ભાવથી ચારિત્રના આચારોમાં રહેલે હું દુષ્કૃત્ય કરનારા મારા આત્માની નિંદા કરું છું.
=મેં પાપ કર્યું છે એવી પાપની કબૂલાત. હું=ઉપશમથી પાપને ઓળંગી જઉં છું. અર્થાત મેં પાપ કર્યું છે એવી કબૂલાત કરું છું અને ઉપશમભાવથી મારા કરેલા એ પાપથી રહિત બની જઉં છું. જ વિનયપૂર્વક કાયાને (કેડથી ઉપરના ભાગને) નમાવવી એ કાયાથી નમ્રતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org