________________
૬૬ = ૧૨ સાધુસામાચારી–પંચાશક ગાથા ૧૦-૧૧
મિથ્યાકાર સામાચારીનું વર્ણન – संजमजोगे अब्भुट्ठियस्स जं किंचि वितहमायरियं । मिच्छा एतंति वियाणिऊण तं दुक्कडं देयं ॥ १० ॥
સમિતિ-ગુપ્તિ આદિ ચારિત્રના વ્યાપારોમાં નાનીમાટી જે કોઈ ભૂલ થાય તેનું આ ખોટું છે એમ જાણીને મિશ્રાદુક્ત આપવું જોઈએ=ભૂલને સ્વીકાર કરવા પૂર્વક હદયમાં થયેલા અતિશય પશ્ચાત્તાપને જણાવનાર “મિચ્છામિ દુક્કડ” એવું વાક્ય બોલવું જોઈએ. (૧૦).
કેવા ભાવથી મિથ્યા દુષ્કત આપવું તે જણાવે છે :सुद्धेणं भावेणं, अपुणकरणसंगतेण तिव्वेणं । एवं तकम्मखओ, एसो से अत्थणाणंमि ॥ ११ ॥
ફરી આ ભૂલ નહિ કરીશ એવા નિર્ણયપૂર્વક તીવ્ર શુભ ભાવથી સંવેગથી મિયા દુષ્કૃત આપવું જોઈએ. આવા ભાવથી મિથ્યા દુષ્કૃત આપવાથી ભૂલ નિમિત્તે બંધાયેલા કર્મોનો નાશ થાય છે.
પ્રશ્ન :- અહીં તીવ્ર શબ્દનો શો અર્થ છે ?
ઉત્તર – જેટલા (તીવ્ર-મંદ આદિ રૂપ જેટલા પ્રમાણવાળા) ભાવથી ભૂલ કરી હોય તેનાથી અધિક તીવ્ર શુભ ભાવથી મિયા દુષ્કત આપવું જોઈએ એ તીવ્ર શબ્દનો અર્થ છે. જેટલા (તીત્ર-મંદ આદિ રૂપ જેટલા પ્રમાણવાળા) ભાવથી ભૂલ કરી હોય તેનાથી અધિક તીવ્ર શુભ ભાવથી મિથ્યા દુષ્કત આપવામાં આવે તો જ ભૂલથી બંધાયેલા કર્મોનો નાશ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org