________________
૬૪ : ૧૨ સાધુસામાચારી–પંચાશક
ગાથા-૮
આ પ્રમાણે ઈરછાકાર સામાચારીનું પાલન કરવાથી પર પ્રત્યે બલાત્કાર નહિ કર જોઈએ એવી આપ્તની આજ્ઞાનું પાલન થાય છે. આપ્તની આ આજ્ઞાના પાલનથી (૧) બીજાને પરાધીન રહેવું પડે તેવાં (નીચગાત્ર વગેરે) કેમેને નાશ થાય છે. (૨) ઉચ્ચગોત્ર કર્મનો બંધ થાય છે, અર્થાત બીજા તરફથી પરાભવ ન થાય અને સત્કારસન્માન થાય તેવાં કર્મોને બંધ થાય છે. (૩) ગુણગ્રાહી લોકોને અહે ! જેને બીજાને અલ્પ પણ ખેદ ન થાય તેની કાળજી રાખનારા હોવાથી તાત્વિક દષ્ટિવાળા છે, એમ જૈન ઉપર બહુમાન થાય છે. આથી ગુણગ્રાહી લોકોમાં જૈન શાસનની પ્રશંસા થાય છે. (૭). સાધુઓની મર્યાદા - आणाबलामिओगो, णिग्गंथाणं ण कप्पती काउं । इच्छा पउंजियव्वा, सेहे तह चेव राइणिए ॥ ८ ॥
આજ્ઞા અને બલાત્કાર કરે એ સાધુઓને આચાર નથી. અર્થાત “આપે આ કાર્ય કરવું જ પડશે” એવી આજ્ઞા કરવી કે આજ્ઞાથી પણ કાર્ય ન કરનાર ઉપર બલાત્કાર કરીને કાર્ય કરાવવું એ સાધુઓને યોગ્ય નથી. કારણ કે તેમ કરવાથી પરને પીડા થાય છે, અને પિતાને આભિયોગિક (= જેનાથી પરને આધીન રહેવું પડે તેવાં) કર્મો બંધાય છે.
બીજા પાસે કોઈ કામ કરાવવાની કે બીજાનું કામ . કરવાની જરૂર પડતાં શિક્ષક (નવ દીક્ષિત કે દીક્ષાની ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org