________________
ગાથા-૭ ૧૨ સાધુ સામાચારી–પંચાશક
: ૬૩
બીજા પાસે કામ કરાવવાની જરૂર પડે તો રત્નાધિક સિવાય બીજા પાસે કામ કરાવવું, રત્નાધિક પાસે નહિ, કારણ કે તે પૂજ્ય છે. હા, રત્નાધિકને યોગ્ય તેવું કઈ કાર્ય હોય તો તેની પાસે પણ ઈચ્છાપૂર્વક જ કરાવવું. આ વિષે (આ નિમાં) કહ્યું છે કેराइणियं धज्जेत्ता, इच्छाकार करेज्ज सेसाण । अम्ह एय कज्ज, तुब्भे उ करेह इच्छाए ॥ ६७१ ॥ - રત્નાધિક સિવાય બીજા સાધુઓની પાસે “જે આપની ઈચ્છા હોય તો મારું આ કાર્ય આપ કરો” એમ ઈચ્છાકાર સામાચારીનું પાલન કરે.” (૬૭૧)
[ આચાર્ય આદિએ પણ ઇચ્છાકાર કરવો જોઈએ એ વિષે (આવ૦ વિ૦માં) કહ્યું છે કે-] अहवा नाणाईणं, अटाए जा करेज्ज किच्चाणं । वेयावच्च किंचि वि, तत्थ वि तेर्सि भवे इच्छा ॥ ६७६ ॥
અથવા જે જ્ઞાન-દર્શન–ચારિત્રની વૃદ્ધિ માટે કઈ સાધુ આચાર્ય આદિની શરીર દબાવવું વગેરે વૈયાવચ્ચે કરે છે તેમાં પણ આચાર્ય આદિએ ઈચ્છાકાર કરવો જોઈએ. અર્થાત્ આચાર્ય આદિએ તે સાધુની ઈચ્છા જોઈને તેને તે તે કાર્યમાં જોડ જોઈએ, અને તે સાધુએ પણ તેમની (જેની વૈયાવચ્ચ કરવાની હોય તેની) ઈરછાપૂર્વક વૈયાવચ્ચ કરવી જોઈએ.” (૬) ઈરછાકાર સામાચારીનું ફલ :एवं आणाराहणजोगाओ आमिओगियखओत्ति । उच्चागोयणिबंधो, सासणवण्णो य लोगम्मि ॥ ७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org