________________
|ઃ ૬૨ ઃ
૧૨ સાધુ સમાચારી-પંચાશક ગાથા-૬
બીજાનું કાર્ય થઈ શકે તેમ ન હોય ત્યારે અને થઈ શકે તેમ હેય ત્યારે એ બંને વખત ઈચ્છાકાર સામાચારીનું પાલન કરવાને ઉપદેશ:कारणदीवणयाइवि, पडिवत्तीइवि य एस कायवो । વાળ વા, તાિ તમિર તહેવ | ૬ | - બીજે સાધુ કાર્ય બતાવે ત્યારે તે કાર્ય થઈ શકે તેમ ન હોય તો “ આ૫નું કાર્ય કરવાની મારી ઈચ્છા છે, પણ હું તે કાર્ય કરવા સમર્થ નથી, અથવા ગુરુએ મને અમુક કાર્ય સોંપ્યું છે” વગેરે કહેવું. અર્થાત્ બીજાનું કાર્ય ન થઈ શકે ત્યારે તે કાર્ય કરવાની પોતાની ઈચ્છા દર્શાવવી અને તે કાર્ય ન થઈ શકવાનું કારણ જણાવવું. અહીં ઈચ્છા દર્શાવવાથી ઇચ્છાકાર સામાચારીનું પાલન થાય છે. [ આનાથી એ સૂચિત થાય છે કે કાર્ય નહિ કરવાનું કારણ ઈચ્છાને અભાવ નથી, કિંતુ તેવા સંયોગો છે. બીજાનું કામ કરવાની ઈચ્છાને ભાવનાને અભાવ સ્વાર્થ પરાયણ તાને સૂચક હેવાથી સાધુ માટે મહાન દૂષણ છે. ]
તથા બીજાનું કાર્ય થઈ શકે તેમ હોય તે કાર્ય કરવાની પિતાની ઈચ્છાનો સૂચક ઈચ્છાકાર કરવો જોઈએ-હા કહેવી જોઈએ. અર્થાત્ આપે આ કાર્ય જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે હું કરું છું એમ કહેવું જોઈએ. [ આનાથી એ સૂચન કર્યું કે બીજાનું કામ થઈ શકે તેમ હોય તે ના નહીં કહેવી જોઈએ. કામ થઈ શકે તેવું હોવા છતાં ના કહેવી એ સાધુ માટે મહાન દૂષણ છે. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org