________________
ગાથા-૫
૧૨ સાધુ સમાચારી-પંચાશક : ૬૧ ૪
(૨) બીજે સાધુ પિતાને કામ કરી આપવાની પ્રાર્થના ન કરે તો પણ પોતાને દેખાય કે આને અમુક કામ કરી આપવાની જરૂર છે તે એની ઈચ્છા પૂર્વક એની પાસે એ કામની માંગણી કરવી જોઈએ.
(૩) બીજાનું કામ પણ તેની (= જેનું કામ કરવું છે તેની) ઈચ્છાથી જ કરવું જોઈએ, ઈરછા વિના બળાત્કારથી નહિ. (૪) બીજા પાસે કાર્ય કરાવવા સંબંધી સ્પષ્ટીકરણ – सइ सामत्थे एसो, णो कायव्वो विणाहियं कजं । अब्भस्थिएण वि विहा, एवं खु जइत्तणं सुद्धं ॥ ५ ॥
જે અમુક કાર્યમાં શક્તિ હોય તે શક્તિને ગપગ્યા વિના તે કાર્ય સ્વયં કરવું જોઈએ, બીજાની પાસે નહિ કરાવવું જોઈએ. હા, જે બીજા કેઈ ન કરી શકે તેવું લાનસેવા, વ્યાખ્યાન વગેરે બીજુ કાર્ય પિતાને કરવું પડે તેમ હોય તે પિતે સમર્થ હોવા છતાં વસ્ત્રપરિકમ (વસ સીવવું) વગેરે કાર્ય બીજાની પાસે કરાવે તે વખતે બીજા સાધુને
આપની ઈચ્છા હોય તે આપ મારું વસ્ત્રપરિકમ આદિ કાર્ય કરે, હું ગલાનસેવા આદિ કાર્ય કરીશ” એમ કહેવું. બીજા સાધુએ (જેને કામ કરવાનું કહેવામાં આવે તેણે) પણ ના ન કહેવી જોઈએ.
છતી શક્તિએ પોતાનું કામ બીજા પાસે ન કરાવવાથી અને બીજાએ બતાવેલ કામની ના નહિ પાડવાથી સાધુપણું શુદ્ધ બને છે, કારણ કે વીર્યાચારનું પાલન થાય છે. (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org