________________
: ૫૮ : ૧૨ સાધુસામાચારી-પંચાશક
ગાથા-૪
જોઈએ. અર્થાત્ બીજાની ઈચ્છાપૂર્વક કરાવવું અને કરવું. જોઈએ, અને ઇચ્છાની સ્પષ્ટતા માટે બીજાને કામ કહેતાં પહેલાં અને બીજાનું કામ કરતાં પહેલાં ઈચ્છા શબ્દનો પ્રયોગ કરે અત્યંત જરૂરી છે.
પ્રશ્ન :- આનું શું કારણ?
ઉત્તર :- કેઇના પણ ઉપર બળાત્કાર ન કરો એવી આતની આજ્ઞા છે અને સાધુઓની મર્યાદા છે. આથી જ્યારે બીજાની પાસે પિતાનું કે બીજાનું કાર્ય કરાવવું હોય ત્યારે “જે તમારી ઈચ્છા હોય તો આ કામ કરો” એમ કહીને ઈચ્છાપૂર્વક કાર્ય કરાવવું જોઈએ, ઈચ્છા વિના બલાકારે નહિ. તે જ પ્રમાણે બીજાનું કાર્ય પિતે કરવું હોય તે પણ જેનું કાર્ય કરવું હોય તેને “હું તમારું આ કાર્ય તમારી ઇચ્છાથી કરું છું.” એમ કહીને તેની ઈચ્છાથી કરવું, તેની ઇચ્છા વિના નહિ.
પ્રશ્ન - બીજાની પાસે પોતાનું કે પરનું કાર્ય ગમે ત્યારે કરાવી શકાય કે અમુક જ સંગમાં કરાવી શકાય?
ઉત્તર :- માંદગી આદિ સંગોમાં જ બીજાની પાસે પિતાનું કે પરનું કાર્ય કરાવી શકાય, ગમે ત્યારે નહિ. અર્થાત દરેક સાધુએ પોતાનું કાર્ય પોતે જ કરવું જોઈએ, બીજાની પાસે નહિ કરાવવું જોઈએ. માંદગી આદિ વિશિષ્ટ
* આ આજ્ઞાનું “કેઈને પણ દુઃખ ન થાય” એ ધ્યેય છે. બળાત્કાર કરવાથી દુ:ખ થાય, માટે તેના ત્યાગની જિનાજ્ઞા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org