________________
ગાથા-૪
૧૨ સાધુ સામાચારી–પંચાશક
. પ૭ :
આ કાર્ય કરવાની ના કહી હતી, પણ હમણાં મારે આ કાર્ય કરવાની જરૂર હોવાથી જે આપની આજ્ઞા હોય તે કરું” એ પ્રમાણે ગુરુને પૂછવું. અથવા પૂર્વે અમુક સમયે તારે અમુક કામ કરવું એમ કહ્યું હોય તે તે કાર્ય કરતી વખતે “આપે કહેલું તે કાર્ય અત્યારે કરું છું.” એમ પૂછવું=જણાવવું.
છંદના – આહાર-પાછું લઈ આવ્યા પછી ગુરુને પૂછીને લાવેલા આહાર-પાણી લેવા માટે સાધુઓને વિનંતિ કરવી. * નિમંત્રણ - આહાર-પાણી લેવા જતાં પહેલાં ગુરુને પૂછીને “હું આપના માટે અશનાદિ લાવું છું” એમ સાધુએને પૂછવું-વિનંતિ કરવી.
ઉપસંપદા - જ્ઞાનાદિ ગુણેની આરાધના માટે ગુરુની આજ્ઞાથી અન્ય આચાર્ય આદિ પાસે રહેવું.
તે તે કાળે તે તે સામાચારીનું પાલન કરવું જોઈએ. કારણ કે સર્વે અનુષ્ઠાને તેના કાળે કરવાથી સફળ બને છે. અહીં ઈરછાકાર આદિ પ્રત્યેક સામાચારીનું ક્રમશઃ વિસ્તૃત વર્ણન કરવામાં આવશે. (૨-૩) ઈચ્છાકાર સામાચારીનું વર્ણન :अन्भत्थणाइ करणे, व कारणेणं तु दोण्ह वि उचिए । इच्छकारो कत्थइ, गुरुआणा चेव य ठितित्ति ॥ ४ ॥
બીજાની પાસે કોઈ કાર્ય કરાવવું હોય કે બીજાનું કાર્ય કરવું હોય તે ઈચ્છાકાર કર જોઈએ=“જે આપની ઈચ્છા હેય તે કરો” એ અર્થને સૂચક ઈચ્છા શબ્દ બોલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org