________________
: ૫ર :
૧૧ સાધુધર્મવિધિ-પંચાશક
ગાથા-૪૯
ભાવ સાધુનું સ્વરૂપ - તા કોળી, રામુદ્રારિ I पंकयणातादिजुओ, विष्णेओ भावसाहुत्ति ॥ ४९ ॥
ગુરુકુલમાં રહેવું એવી જિનાજ્ઞા છે. ગુરુકુલના ત્યાગમાં નુકશાન છે અને ગુરુકુલમાં રહેવામાં લાભ છે. આથી જે પૂર્વોક્ત ગુરુકુલવાસ રૂ૫ ગુણથી (અથવા ૪૦-૪૧-૪૨ એ ત્રણ ગાથામાં જણાવેલા ગુણેથી) યુક્ત છે, જેમાં સુવિહિત સાધુનાં વસતિશુદ્ધિ આદિ લક્ષણે દેખાય છે, તથા ઔપપાતિક શાસ્ત્રમાં કમલપત્ર વગેરે દષ્ટાંતથી જણાવેલા ભાવે જેમાં છે તે ભાવસાધુ જાણવા.
સુવિહિત સાધુનાં વસતિશુદ્ધિ વગેરે લક્ષણે (આ. નિ. વંદન અધ્ય. ગા. ૧૧૪૮માં) આ પ્રમાણે છે.
आलएण विहारेणं, ठाणा चंकमणेण य । सको सुविहिओ नालं, भाषावेणइएण य ।।
વસતિ, વિહાર, સ્થાન, ગમન, ભાષા અને વિનયએ સુવિહિત સાધુનાં લક્ષણે છે, અર્થાત જેનામાં વસતિશુદ્ધિ વગેરે ગુણે હોય તે સુવિહિત સાધુ છે એમ નિર્ણય કરી શકાય છે.
(૧) વસતિશુદ્ધિ :- વસતિનું પ્રમાર્જન વગેરે અરેબર કરવું. અથવા સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત વસતિમાં રહેવું. (૨) વિહાર શુદ્ધિ :- શાક્ત માસકલ્પ આદિ વિધિથી વિહાર કરે. (૩) સ્થાન શુદ્ધિ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org