________________
ગાથ-૪૮ ૧૧ સાધુધર્મવિધિ-પચાશક : પ૧ : अणभिनिवेसाओ पुण, विवजया होति तविघाओवि । तकजुवलंभाओ, पच्छातावाइभावेण ॥ ४८ ॥ - જેમ નિશ્ચયનય પ્રમાણે ચારિત્રને વિઘાત થતાં જ્ઞાનદર્શનને અવશ્ય વિઘાત થાય છે તેમ, વ્યવહાર નય પ્રમાણે અનંતાનુબંધી કષાયથી થતા “પૃથ્વી આદિની જીવ તરીકે સિદ્ધિ થતી ન હોવાથી પૃથ્વી આદિને આરંભ કરવામાં દેષ નથી ઈત્યાદિ પ્રકારના” અભિનિવેશથી ચારિત્રને વિઘાત થાય તે જ્ઞાન-દર્શનને પણ વિઘાત થાય. પ્રતિષિદ્ધ પૃથ્વી આદિ સંબંધી આરંભ કરવાથી ચારિ ત્રને, અજ્ઞાનતાથી જ્ઞાનને, અને શ્રદ્ધાના અભાવથી દર્શનનો નાશ થાય છે. (૪૭) પણ જે કઈ જાતના અભિનિવેશ વિના અનાગ આદિના કારણે વિપરીત પ્રવૃત્તિ થવાથી ચારિત્રને વિઘાત થાય તે ચારિત્રને વિઘાત થવા છતાં જ્ઞાન-દર્શન–હોય છે. કારણ કે તેના જીવમાં પશ્ચાત્તાપ આદિ થવાથી જ્ઞાન-દર્શનનું કાર્ય દેખાય છે. અર્થાત્ જે અનાગ આદિથી પ્રતિષિદ્ધ આચરણ કરે છે તે પોતાની ક્ષતિ બદલ પશ્ચાત્તાપ કરે છે, થયેલી ક્ષતિનું પ્રાયશ્ચિત્ત લે છે. તથા તેનામાં સંવેગ (મોક્ષાભિલાષ કે સંસાર નિવેદ) હોય છે. પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત અને સંવેગ જ્ઞાનદર્શનનાં કાર્યો છે. જે તેનામાં જ્ઞાનદર્શન ન હોય તે પશ્ચાત્તાપ વગેરે પણ ન હોય. આથી અનાગ આદિથી ચારિત્રને વિઘાત (અતિચારો) થવા છતાં જ્ઞાન-દર્શન હોય છે. (૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org