________________
= ૫૦ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક
ગાથા-૪૭
તે તે વસ્તુ હોવા છતાં પરમાર્થથી નથી જ. આથી પ્રસ્તુતમાં દર્શન હોવાં છતાં જે આપ્તવચન મુજબ ચારિત્રનું પાલન ન થાય તો પરમાર્થથી દર્શન નથી જ. એટલે આપ્તવચન મુજબ ચારિત્રનું પાલન ન કરનાર પરમાર્થથી દર્શન રહિત હાવાથી મિથ્યાદષ્ટિ છે. તે પોતે મિથ્યાદષ્ટિ છે એટલું જ નહિ, પણ બીજાના મિથ્યાત્વને પણ વધારે છે.
* પ્રશ્ન - આપ્તવચન મુજબ ચારિત્રનું પાલન ન કરનાર બીજના મિથ્યાત્વને કેવી રીતે વધારે છે?
ઉત્તર-એનું અનુચિત આચરણ જોઈને બીજાને શંકા થાય કે આ જીવ જ અનુચિત કરનારો હોવાથી અનુચિત કરે છે કે આપ્તને ઉપદેશ જ આવે છે ? (અથવા જે જિનપ્રવચનમાં જે કહ્યું છે તે સત્ય છે તે આ સત્યને જાણતા હોવા છતાં તે પ્રમાણે કેમ વીતે નથી? આથી આ પ્રવચનમાં જે કહ્યું છે તે ખોટું છે એ વિચાર આવે કે શંકા થાય.) આવી શંકાથી મિથ્યાત્વ વધે. આથી આપ્તવચન મુજબ ચારિત્રનું પાલન નહિ કરનાર ઉક્ત રીતે બીજાઓના મનમાં શંકા ઉત્પન્ન કરીને તેમનું મિથ્યાત્વ વધારે છે. (૪૬)
વ્યવહારનયના મંતવ્યનું સ્પષ્ટીકરણ :एवं च अहिनिषेसा, चरणविघाए ण णाणमादीया । तपडिसिद्धासेवणमोहासदहणभावेहिं ॥ ४७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org