________________
ગાથા ૪૬ ૧૧ સાધુધર્મવિધિ-પચાશક
: ૪૯ :
અર્થાત્ ચારિત્રને અભાવ થતાં જ્ઞાન-દર્શનને પણ અભાવ થાય છે. (આથી જયાં ચારિત્ર ન હોય ત્યાં જ્ઞાન-દર્શન પણ ન હોય. જ્યાં ચારિત્ર હોય ત્યાં જ જ્ઞાન-દર્શન હોય. વ્યવહારનયની દષ્ટિએ ચારિત્રને વિઘાત થતાં જ્ઞાન-દર્શનને વિઘાત થાય કે ન પણ થાય. વ્યવહારનય માને છે કેઅનંતાનુબંધી કષાયના ઉદયથી ચારિત્રને વિઘાત(અભાવ) થાય તો જ્ઞાન-દર્શનને પણ વિઘાત-અભાવ) થાય. પણ જે અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી ચારિત્રને વિઘાત થાય તે જ્ઞાન-દર્શનને વિઘાત ન જ થાય. કારણ કે તેના ઉદય દર્શનનો વિઘાતક નથી. (૪૫).
ઉક્ત નિશ્ચયજ્યના મંતવ્યનું સ્પષ્ટીકરણ – जो जहवायं ण कुणति, मिच्छट्टिी तओ हु को अण्णो । वडेइ य मिच्छत्तं, परस्स संकं जणेमाणो ॥ ४६ ॥
નિશ્ચયનય માને છે કે જે જીવ આપ્તવચન મુજબ ચારિત્રનું પાલન કરતો નથી તેનાથી બીજે કયો જીવ મિથ્યાદષ્ટિ છે? અર્થાત્ આતવચન મુજબ ચારિત્રનું પાલન નહિ કરનારથી અધિક કઈ મિથ્યાદષ્ટિ નથી. તે મિથ્યાષ્ટિ હાવાથી મિથ્યાજ્ઞાની પણ છે.
પ્રશ્ન:- આપવચન મુજબ ચારિત્રનું પાલન નહિ કરનાર મિથ્યાદષ્ટિ છે તેનું શું કારણ?
ઉત્તર:- દર્શનનું ફળ આપ્તવચન મુજબ ચારિત્રનું પાલન છે. જે વસ્તુનું જે ફળ હોય તે વસ્તુથી તે કુળ ન મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org