SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૮ : ૧૧ સાધુધર્મવિધિ-પંચશિક ગાથા ૪૪-૪૫ જ્ઞાન-ક્રિયાનય, સામાન્ય-વિશેષનય, નિશ્ચય-વ્યવહાર નય વગેરે બધા નનું જુદું જુદું (પરસપર વિરોધી) વક્તવ્ય સાંભળીને બધા નયને સંમત “જે ચારિત્રના ગુણેમાં રહેલો છે અર્થાત ક્રિયા અને જ્ઞાનથી યુક્ત છે એ સાધુ છે' એ સિદ્ધાંતનો સ્વીકાર કરે.” (૪૩) જ્ઞાન દર્શન વિના ચારિત્ર ન હોય :णाणम्मि दंसणम्मि य, सति णियमा चरणमेत्थ समयम्मि । परिसुद्धं विण्णेय, णयमयभेया जओ भणियं ॥४४ ॥ णिच्छयणयस्स चरणायविधाए णाणदंसणवहोवि । ववहारस्स उ चरणे, हयम्मि भयणा उ सेसाणं ॥ ४५ ॥ પ્રશ્ન:- દર્શન-જ્ઞાન–ચારિત્ર એ ત્રણ મળીને મોક્ષમાર્ગ હોવાથી જે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં રહેલા હોય તે ભાવસાધુ છે એમ કહેવું જોઈએ, જ્યારે અહીં ચારિત્રમાં (ચારિ. ત્રના ગુણમાં) રહેલા હોય તે સાધુ છે એમ કેમ કહ્યું? ઉત્તર - જ્ઞાન-દર્શન હોય તે જ વિશુદ્ધ ચારિત્ર હોય છે. આથી “ચારિત્રના ગુણમાં રહેલા” એમ કહેવાથી “જ્ઞાન-દર્શનમાં રહેલા” એમ કહેવાઈ જ જાય છે. જ્ઞાન અને દર્શન ચારિત્રને અનુસરનારા છે, અર્થાત્ જ્યાં જ્યાં વિશુદ્ધ ચારિત્ર હોય છે ત્યાં ત્યાં જ્ઞાન-દર્શન અવશ્ય હોય છે. કારણ કે નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાએ જિનપ્રવચનમાં કહ્યું છે કે-(૪૪) નિશ્ચય ( તવવાદી) નયની દષ્ટિએ ચારિત્રને વિઘાત થતાં જ્ઞાન-દર્શનને પણ વિઘાત થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy