________________
ગાથા ૪૦ થી ૪૩ ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક : ૪૭ :
यस्य प्रभावादाकाराः, क्रोधहर्षभयादिषु । भावेषु नोपलभ्यन्ते, तद् गांभीर्य मुदाहृतम् ।।
જેના પ્રભાવથી કેધ, હર્ષ, ભય વગેરે ભાવોના પ્રસંગે ઉપસ્થિત થવા છતાં એ ભાવના આકારો (મુખાદિ ઉપર) ન દેખાય તે ગંભીરતા છે.”
બુદ્ધિમાન હોય છે, મહાસત્ત્વવંત હોય છે, અર્થાત્ આપત્તિમાં પણ ગભરાતા નથી, (૪૦) ઉત્સર્ગ– અપવાદના જાણકાર હોય છે, યથાશક્તિ ઉત્સર્ગ–અપવાદનું સેવન કરનારી હોય છે, અર્થાત્ શક્તિને છુપાવ્યા વિના જે વખતે ઉત્સર્ગ અને અપવાદ એ બેમાંથી જેની જરૂર હોય તેનું સેવન કરે છે, સ્વાગ્રહથી મુક્ત બનીને (આજ્ઞારુચિ ) આગમ ઉપર બહુમાનવાળા હોય છે, (૪૧) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વગેરેમાં પ્રતિબંધ રહિત હોય છે, સર્વ જી, ગુણાધિકજી, દુઃખી છે અને અવિનીત જી ઉપર અનુક્રમે મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યમ્ર ભાવનાવાળા અવશ્ય હોય છે, તેમનામાં આ ભાવનાઓ સામાન્ય કોટિની નહિ, કિંતુ દઢ અતિશય હોય છે, સમિતિ-ગુપ્તિ આદિથી જ્ઞાનાદિ સ્વરૂપ મોક્ષમાર્ગની આરાધના કરવાની ઈચ્છાવાળા હોય છે. (૪૨) શાસ્ત્રના પરમાર્થને જાણનારાઓએ આવા પ્રકારના (ઉક્ત સમિતિ આદિ ગુણેથી યુક્ત) સદા ચારિત્ર ગુણેમાં રહેલા સાધુઓને સાધુ તરીકે જાણવા. જે આવા નથી તે સાધુ નથી. કહ્યું છે કેसम्वेसिपि नयाणं, बहुषिहवत्त व निसामेत्ता । રાજકિયુ, જળTorrદ નાજ્ઞા વિશેષા. ૩પ૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org