________________
: ૪૬ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા ૪૦ થી ૪૩
જે જિનાજ્ઞા પ્રમાણે નહિ વર્તનારની મેહથી પ્રશંસા કરે છે તે આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, વિરાધના એ ચાર દે પામે છે.
આથી પ્રસ્તુતમાં ગુરુકુળમાં રહેવું વગેરે જિનાજ્ઞાનું પાલન કરનારા સાધુઓ બહુમાન કરવા યોગ્ય છે. (૩૯)
જિનાજ્ઞામાં રહેલા સાધુઓનું સ્વરૂપते पुण समिया गुत्ता, पियदढधम्मा जिइंदियकसाया। गंमीरा धीमंता, पण्णवणिजा महासत्ता ॥ ४० ॥ उस्सग्गववायाणं, वियाणगा सेवगा जहासत्तिं । भावविसुद्धिसमेता, आणारुतिणो य सम्मति ॥ ४१ ॥ सव्वत्थ अपडिबद्धा, मेवादि गुणणिया य णियमेण । सत्ताइसु होति ददं, इय आययमग्गतल्लिच्छा ॥ ४२ ।। एवंविहा उणेया, सव्वणयमतेण समयणीतीए । भावेण भाविएहि, सइ चरणगुणट्ठिया साहू ॥ ४३ ॥
તીર્થકરની આજ્ઞામાં રહેલા સાધુઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત હોય છે, સાધુધર્મ પ્રત્યે પ્રેમવાળા હોય છે, વિપત્તિમાં પણ ધર્મ ન મૂકે તેવા દઢ હોય છે, ઇંદ્રિ અને કષાય ઉપર વિજય મેળવનારા હોય છે, ગંભીર હોય છે, અર્થાત્ હર્ષ–દીનતા વગેરે ભાવ મુખાકૃતિ વગેરેથી ન દેખાય તેવા હોય છે. ગંભીરતાનું લક્ષણ આ પ્રમાણે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org