________________
ગાથા ૩૯ ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક
: ૪૫ :
ઉતરીને તેનું પાણી પીઓ. આ સાંભળીને કેટલાક કાગડાઓએ વાવડીમાં ઉતરીને પાણી પીધું. પણ ઘણા કાગડાએ તે તેની અવજ્ઞા કરીને મૃગતૃષ્ણા તરફ ગયા. પાણી નહિ મળવાથી તે કાગડાઓ મૃત્યુ પામ્યા. જેમણે વાવડીનું પાણી પીધું તે કૃતાર્થ બન્યા-જીવ્યા. આ દષ્ટાંતને ઉપનચ આ પ્રમાણે છે – વાવડી સમાન ગુણોનું સ્થાન ગુરુકુલ છે, કાગડાઓ સમાન ધર્માર્થી જીવો છે, પાણું સમાન ચારિત્ર છે, ગુરુકુલની બહાર રહેવું એ મૃગતૃષ્ણાના સરોવર તુલ્ય છે, કાગડાઓને શિખામણ આપનાર કાગડા સમાન કૃપાપરાયણ ગીતાર્થ છે. ચારિત્રને અગ્ય, દયાપાત્ર અને કદાગ્રહથી ગુરુકુલની બહાર રહેનારા સાધુએ મૃગતૃષ્ણાના સરોવર તરફ જનારા કાગડાઓ જેવા છે. ચારિત્રને એગ્ય અને ધર્મરૂપ ધનને મેળવનારા જે થોડા સાધુઓ ગુરુકુલમાં રહ્યા તે વાવડીનું પાણી પીનારા કાગડા જેવા છે. (૩૮)
ગુરુકુલ ત્યાગીઓનું બહુમાન કરનારાઓને ઉપદેશ:तेसिं बहुमाणेणं, उम्मग्गणुमोयणा अणिटुफला। तम्हा तिस्थगराणाठिएसु जुत्तोऽत्थ बहुमाणो ॥ ३९ ॥
ગુરુકુલને ત્યાગ કરનારાઓનું બહુમાન (– પક્ષપાત) કરવાથી ઉસાર્ગની (=આગમવિરુદ્ધ આચારની) અનુમોદના થાય છે. આ અનુમોદનાથી દુર્ગતિરૂપ અનિષ્ટ ફળ મળે છે. કહ્યું છે કે – आणाइ अवस॒तं जो उपवूहेइ मोहदोसेणं । જ ગળા સાથ, મિરરકતવિસ્તારમાં પાવે ૨ | india
1 લાખ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org