________________
: ૪૪ : ૧૧ સાધુધર્મ વિધિ-૫'ચાશક
એના માન-સમ્રાન ન થાય તેવી ભાવનાવાળા હેાવાથી ક્ષુદ્ર-દૂર છે. (૩૭) આવા સાધુઓએ પ્રાયઃ એકવાર પણ ગ્રંથિને ભેદ કર્યો નથી. કારણ કે મિથ્યાદાટે હાવા છતાં જો એકવાર પશુ ગ્રંથિભેદ કર્યો હાય તા આવી નિર્વિચાર પ્રવૃત્તિ ન કરે પ્રશ્નઃ– તેા પછી માસખમણુ વગેરે દુષ્કર અનુષ્ઠાના કેમ કરે છે ?
ગાથા ૩૮
ઉત્તર:- અજ્ઞાનતાથી. (આથી જ) જેમ મિથ્યાદર્શનનાં અનુષ્ઠાના કરનારા તાપસ વગેરે સાધુએ વાસ્તવિક સાધુ નથી, તેમ ગુરુની અવજ્ઞા કરીને અજ્ઞાનતાથી માસખમણુ વગેરે દુષ્કર અનુષ્ઠાના કરનારા જૈન સાધુએ પણ વાસ્તવિક સાધુ નથી. કારણ કે જેમ મિથ્યાર્દષ્ટિ સાધુએ જિનાજ્ઞાથી રહિત છે, તેમ આવા જૈન સાધુએ પણ જિનાજ્ઞાથી રહિત છે.
આ વિષયને શાસ્ત્રમાં કાગડાના દૃષ્ટાંતથી સમજાવવામાં આવે છે. કાગડાનુ દષ્ટાંત આ પ્રમાણે છે-એક મનાહર વાવડી હતી. તેનુ' પાણી સ્વાદિષ્ટ, શીતલ, સ્વચ્છ અને પદ્મરાગ જેવું સુગંધી હતું. તે વાવડીના કાંઠે કાગડાએ બેઠેલા હતા. તેમાં થાડા કાગડાએ તૃષાવાળા અન્યા હૈાવાથી પાણીને શે।ધવા લાગ્યા. પણ તે વાવડીનું પાણી પીધું નહિ. શેાધતાં શોધતાં આગળ મૃગતૃષ્ણા (આંઝવાના પાણી)નાં સરાવા જોયાં આથી વાવડીને છાડીને તે સરાવરા તરફ ગયા. આ વખતે કાઈ કાગડાએ તેમને કહ્યુ : અરે! સામે જે પાણી દેખાય છે તે સાચુ પાણી નથી, કિંતુ મૃગતૃષ્ણા છે=ઝાંઝવાનું પાણી છે. જો તમારે પાણી પીવાની ઈચ્છા હાય ! આ વાવડીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org