________________
૨ ૪૨ : ૧૧ સાધુધર્મવિધિ પંચાશક ગાથા ૩૬-૩૭
કૃતજ્ઞ શિષ્યો ગુરુને ત્યાગ કરતા નથી - जे इह होंति सुपुरिसा, कयण्णुया ण खलु तेऽवमन्नति कल्लाणभायणत्तेण गुरुजणं उभयलोगहियं ॥ ३६ ॥
મનુષ્યલોકમાં જે પુરુષે ઉત્તમ અને કૃતજ્ઞ છે તેઓ આ લેક અને પરલોક સંબંધી કલ્યાણના પાત્ર છે. આથી તેવા પુરુષ ઉભયલોકમાં હિતકર (ઉપકાર કરનાર) ગુરુની અવજ્ઞા કરતા જ નથી. ગુરુના ઉપકાર વિષે કહ્યું છે કેनिर्भाग्योऽपि जडोऽप्यनाकृतिरपि प्राज्ञोपहास्योऽपि हि, मूकोऽप्यप्रतिभोऽप्यसन्नपि जनानादेयवाक्योऽपि हि। पादास्पृश्यतमोऽपि सज्जनजनैर्नम्य: शिरोभिर्भवेत , यत्पादवितयप्रसादनविधेस्तेभ्यो गुरुभ्यो नमः ॥ १ ॥
નિર્ભાગ્ય, જડ, બેડોળ, બુદ્ધિશાળીઓમાં હાસ્યપાત્ર, મૂક (બલવાની છટા-આવડત રહિત), પ્રતિભા રહિત, અસજજન, અનાદેયવચન (જેનું વચન માન્ય ન બને તેવ) અને જેના ચરણે જરાય સ્પર્શ કરવા લાયક ન હોય તેવો પણ શિષ્ય જેમના ચરણકમલની કુપા થવાથી સજજન પુરુ
ને મસ્તકથી નમવા યોગ્ય બને છે તે ગુરુને નમસ્કાર હો!” (૩૬) - ગુરુકુળને ત્યાગ કરનારાઓની નિંદા - जे उ तह विवजत्था, सम्मं गुरुलाघवं अयाणंता। सग्गाहा किरियरया, पवयणखिसावहा खुद्दा ॥ ३७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org