________________
ગાથા-૩૫
૧૧ સાધુધર્મવિધિ-પંચાશક
: ૪૧ :
વૃદ્ધાવસ્થાને લીધે રાત્રે માર્ગમાં દેખી નહિ શકતા ગુરુ આમ તેમ અથડાય છે. આથી અરે દુષ્ટ ! તે આ કે માર્ગ જે? આમ કહીને ગુસ્સાથી તેના મસ્તકમાં દાંડી ઠેકી દીધે. આમ તે ઉગ્ર ધી હેવાથી રસ્તામાં અથડામણ થાય ત્યારે ક્ષમા માં શ્રેષ્ઠ શિષ્યને મસ્તકમાં દાંડે ઠોકતા ઠકતા જાય છે. આ વખતે શિષ્ય વિચાર્યું કે–ખરેખર ! હું મંદભાગ્ય છું, જેથી મેં પુણ્યવંત આ મહાત્માને કણમાં નાખ્યા. આ ભગવંત સુખપૂર્વક પોતાના ગચ્છમાં રહ્યા હતા, પણ પાપી મેં નિરર્થક તેમને આ મહાન માં નાખ્યા. આવી ભાવના ભાવતા તેને પ્રશસ્ત ધ્યાનરૂપ અતિથી કમ. રૂપ કાકો બળી જવાથી કેવળજ્ઞાન થયું. આથી તે કેવળ જ્ઞાનના પ્રભાવથી ગુરુને સારા રસ્તે લઈ જવા લાગ્યો. પ્રભાત થતાં શિષ્યના મસ્તકને લોહીલુહાણ થયેલું જેઈને આચાર્ય પિતાની નિંદા કરવા લાગ્યા. ખરેખર ! હું અધન્ય છું, પુણ્યહીન છું, રેષરૂપ અગ્નિને શમાવવા મેઘ સમાન શ્રુતજ્ઞાન મારી પાસે ઘણું હોવા છતાં મારે રેષાગ્નિ શમ્ય નહિ. હું પરને ક્ષમાનો ઉપદેશ આપવામાં કુશળ હેવા છતાં રવયં ક્ષમાથી રહિત છું. વર્ષો સુધી સંયમ પાળવા છતાં સર્વ ગુણેમાં પ્રધાન ક્ષમાગુણ મારામાં ન આવ્યો. આ શિષ્ય ધન્ય છે, ગુણવંત છે, અત્યંત ઉત્તમ છે. આજે જ દીક્ષિત થયો હોવા છતાં તેનામાં ક્ષમાને ગુણ કોઈ અપૂર્વ છે. આવી સુંદર ભાવનાથી અપૂર્વ વિલાસ થતાં આચાર્ય શ્રી ચંડરુદ્રસૂરિ પણ કેવલજ્ઞાન રૂપ લક્ષમી પામ્યા. (૩૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org