________________
: ૪૦ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક
ગાથા-૩૫
આચાર્ય જ છે. અર્થાત અમે મશ્કરી ન કરવાનું કહીશું તે આ જુવાનિયા નહિ માને. એમને આચાર્ય મહારાજ જ પહોંચશે. આમ વિચારીને સાધુઓએ કહ્યું આવું કાર્ય અમારા ગુરુ મહારાજ કરે છે, અમે નહિ. આથી તમે જલદી અમારા ગુરુ પાસે જાઓ. બધા જુવાનિયા ત્યાં ગયા અને ગમ્મતથી સાધુઓને કહ્યું હતું તેમ કહ્યું. આચાર્ય મહારાજે કહ્યું જે દીક્ષા લેવી હોય તે જલદી રાખ લઈ આવે, જેથી તેને લોચ કરું. તેના મિત્રો તો જલદી રાખ લઈ આવ્યા. આચાર્ય મહારાજે નવકાર ગણીને તેને લેચ કરવા માંડ્યો. તેના મિત્ર તે શરમાઈ ગયા. લોચ થઈ ગયા પછી શ્રેષિપુત્રે વિચાર્યું. મેં જાતે જ સાધુપણાને સ્વીકાર કર્યો છે, આથી હું હવે ઘરે કેવી રીતે જઈશ? પછી તેણે મિત્રોને રજા આપીને આચાર્ય મહારાજને કહ્યું –
હે ભગવંત! મશ્કરી પણ મારા સારા માટે થઈ. ગરીબાઈથી સંતોષ માનનારા અને સુંદર રાજય મળ્યું. આથી મારા વજન, રાજા વગેરે મને લેવા ન આવે ત્યાં સુધીમાં આપણે બીજે ચાલ્યા જઈએ. નહિ તે આપણે સંકટમાં આવી પડીશું. ગુરુએ કહ્યું જે એમ હોય તો મને રસ્તો બતાવ, અથત અંધારું હોવાથી તે આગળ ચાલીને મને સારે
તે બતાવ. જેથી હું તારી પાછળ પાછળ ચાલું. નવતીક્ષિતે માર્ગ બતાવ્યો. બંનેએ બીજે જવા ચાલવા માંડ્યું. નવદીક્ષિત શિષ્ય આગળ ચાલે છે અને ગુરુ પાછળ ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org