________________
ગાથા-૩૫
૧૧ સાધુધર્મવિધિ—પંચાશક : ૩૯ :
વગેરે ગુણે ઓછા હોય, પણ જે મૂલગુણથી યુક્ત હોય તેણે પણ દીક્ષા આપવી.”
આ વિષયમાં ચંડરુદ્ર નામના આચાર્યનું દૃષ્ટાંત છે. તે આચાર્ય અતિશય કે ધી હોવા છતાં ઘણા સંવિગ્ન ગીતાર્થ શિષ્યએ તેમનો ત્યાગ કર્યો ન હતો, અને તે શિષ્ય તેમનાં ઉપર બહુમાન રાખતા હતા. તેમને વૃત્તાંત આ પ્રમાણે છે
અતિશય વિદ્વાન અને જ્ઞાનાદિ પાંચ આચાર રૂપ રતના રતનાકર સમાન ચંડરુદ્ર નામના આચાર્ય હતા, સાધુઓની આચાર સંબંધી ખલના જેઈને તેમના
ધ રૂપી વડવાનલ ભભૂકી ઉઠતા હતા. આથી (સાધુઓને અને પિતાને) સંકુલેશ ન થાય એ માટે ગ૭ની બાજુમાં રહેતા હતા. અર્થાત ગચ્છ જે મકાન આદિમાં હોય તેની બાજુનાં મકાન આદિમાં ગચ્છથી અલગ રહેતા હતા. વિહાર કરતાં કરતાં ઉજજૈની નગરીમાં તે આચાર્ય પધાયો. ગચ્છના નિવાસની બાજુમાં જ જ્યાં કોઈનું આગમન ન થાય તેવા ઉદ્યાનના એકાંત સ્થળમાં રહ્યા. એક વખત રૂપવાન, ઉત્તમ વસ, પુપમાલા વગેરેથી સુશોભિત અને અને ખીલતી યુવાનીવાળા એક શ્રેષ્ઠિપુત્ર વિવાહ થઈ ગયા પછી પોતાના મિત્રની સાથે રમત કરતે કરતે સાધુઓની પાસે આપે. તેના મિત્રોએ મશ્કરીથી તેને આગળ કરીને સાધુઓને કહ્યું: ભવરૂપ જંગલથી કંટાળીને વિરાગી બનેલા અમારા આ મિત્રને જલદી દક્ષા આપે. આ લોકો મશ્કરી કરે છે એમ જાણીને સાધુઓએ વિચાર્યું કે આ લોકોની દવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org