________________
: ૩૮ : ૧૧ સાધુધર્મવિધિ—પંચાશક
ગાથા-૩૫
હોય, કેઈ ઉત્સર્ગ સૂત્ર હોય, કેઈ અપવાદ સૂત્ર હોય, કઈ અલ્પ અક્ષરવાળું સૂત્ર હોય, કોઈ ઘણા અક્ષરવાળું સૂત્ર હોય, કોઈ સૂત્ર જિનકલપ સંબંધી હેય, કઈ સૂત્ર સ્થવિર ક૫ સંબંધી હોય, કોઈ સૂત્ર સાધ્વી સંબંધી હોય, કેઈ સૂત્ર કાલ સંબંધી હોય, અર્થાત અમુક અંગોમાં જ અમુક અપવાદ વગેરેનું સેવન કરવું એવા વિધાનવાળું હેય, કોઈ સૂત્ર જ્ઞાન સંબંધી હોય, કોઈ સૂત્ર નયસંબંધી હોય.” (૧૨૨૧) [ આમ અનેક પ્રકારના સૂત્રો હોવાથી કયા સૂત્રને કો અર્થ છે તે નિયુક્તિ આદિ વ્યાખ્યાનથી જણાય છે ] (૩૪)
મૂલગુણથી જ રહિત ગુરુ ત્યાજ્ય છે :गुरुगुणरहिओवि इंई, ददुव्वो मूलगुणविउत्तो जो । ण उ गुणमेत्तविहीणोत्ति चंदरुद्दो उदाहरणं ॥ ३५ ॥ આ પ્રસ્તુતમાં જે મૂલગુણાથી રહિત છે તે જ ગુરુના ગુણથી રહિત જાણ, નહિ કે ગુણમાત્રથી રહિત, અર્થાત્ સુંદર આકૃતિ, વિશિષ્ટ ઉપશમ વગેરે (અમુક) ઉત્તર ગુણેથી રહિત પણ જે મૂલગુણેથી યુક્ત હોય તે ગુરુ જ છે. તેથી તેને ત્યાગ ન કરવો. આ વિષે કહ્યું છે કેकालपरिहाणिदोसा, एत्तो इक्काइगुणविहीणेण । अण्णेण वि पधज्जा, दायव्वा सीलवतेण ॥ - “કાલની હાનિ રૂપ દેષના કારણે આમાંથી ( આગમમાં ગુરુના ૧૫ ગુણે જણાવ્યા છે તેમાંથી) એક બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org