________________
: ૩૦ : ૧૧ સાધુધર્મવિધિ પંચાશક ગાથા ૨૫-૨૬
न वा लभेजा निउणं सहायं, गुणाहि वा गुणओ समं था। पक्को वि पावाइ विधज्जयतो, विहरिज्ज कामेसु असजमाणो॥
કાલષથી જે પિતાનાથી અધિક ગુણવાળે, સમાન ગુણવાળે (કે હીન ગુણવાળ પણ) સંયમના અનુષ્ઠાનોમાં કુશલ એ સહાયક ન મળે તે સૂત્રોક્ત વિવિધ પ્રકારોથી પાપોને (પાપનાં કારણું અસદુ અનુષ્ઠાનેનો) ત્યાગ કરતા અને ઈદ્રિયોના વિષયોમાં આસક્ત ન બનતે એકલો પણ વિચરે. (પણ પાસસ્થાદિને સંગ ન કરે.)”
હવે અહીં પ્રશ્ન થાય છે કે જે ગુરુકુલમાં જ રહેવાનું હોય તે દશવૈકાલિકમાં આ પ્રમાણે એકલા વિચારવાનું કેમ કહ્યું?
ઉત્તર :- દશવૈકાલિકમાં એકલા વિચારવાનું વિધાન વિશિષ્ટ સાધુને આશ્રયીને છે, નહિ કે બધા સાધુઓને આશ્રયીને. (૨૫) કારણ કે તે ગાથામાં એકલા વિચરનારનું
પાપનો ત્યાગ કરતો” એવું વિશેષણ છે. અગીતાર્થ પાપને ત્યાગ કરી શકે નહિ. કારણ કે(દશવૈકાલિક અ. ૪ ગા. ૧૦ માં) કહ્યું છે કેपढम नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही किंषा, नाहीइ छे यपावगं ॥ १० ॥ પહેલાં જીનું સ્વરૂપ, જીવોના સંરક્ષણનો ઉપાય, જીવોના સંરક્ષણનું ફલ વગેરે સંબંધી જ્ઞાન અને પછી દયા એમ દીક્ષિત બધા જ્ઞાનપૂર્વક ક્રિયા કરનારા હોય છે. જીવોનું વરૂપ આદિથી અજ્ઞાન છવ શું કરશે ? અને હિતઅહિતને કેવી રીતે જાણશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org