SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૫.૨૬ ૧૧ સાધુધર્મવિધિ—પંચાશક : ૨૯ : -- - તે જ આચાર્ય પાસે જાય, પણ ગુરુની રજા વિના જાય, અર્થાત્ ગુરુ હમણાં ન જા એમ કહે છતાં જાય. (૪) ગુરુએ જવાની રજા ન આપી હોય છતાં જાય અને જે આચાર્ય પાસે જવાનું કહ્યું હોય ત્યાં ન જતાં બીજા આચાર્ય પાસે જાય. આમાં પહેલે ભાંગો શુદ્ધ છે.” સર્વથા ગુરુ રહિત ન બનવું એ (આ ગાથાને) ભાવ છે. આ અંગે (ઘનિર્યુક્તિમાં) કહ્યું છે કેएसणमणेसणं वा, कह ते नाहिंति जिणवरमय वा । कुरिणमि व पायाला, जे मुक्का पव्वइयमेत्ता ॥ ४४ ॥ આચાર્યે દીક્ષા આપીને તુરત જેમને છેડી દીધા છે તે સાધુઓ એષણા-અનેષણાને (શુદ્ધ-અશુદ્ધ ભિક્ષાને) તથા જિનેશ્વરના માર્ગને કેવી રીતે જાણશે ? અર્થાત્ નહિ જાણે. જેમ મહાન જંગલમાં માતા આદિથી તજી દેવાયેલાં મૃગ આદિનાં નાનાં બચ્ચાં વિનાશ પામે છે, તેમ તે સાધુઓ વિનાશ પામે છે-સંયમથી ભ્રષ્ટ બને છે.” (૨૪) એકલા વિચરવાનું સૂત્ર વિશિષ્ટ સાધુની અપેક્ષાઓ છે – जंपि य ण वा लभेजा, एकोविच्चादि भासियं सुत्ते । एयं विसेसविसयं, णायव्वं बुद्धिमंतेहिं ॥ २५ ॥ पार्व अणायरंतो, तत्थुत्तं ग य इमं अगीयस्स । अण्णाणी किं काहीचादीसुत्ता उ सिद्धमिणं ॥ २६ ॥ પ્રશ્ન – દશવૈકાલિકમાં (બીજી ચૂલિકા ગા. ૧૦)કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy