________________
: ૨૬ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક
ગાથા- ૨૨
કારણ કે સાધુઓની સહાયતા એ બ્રહ્મચર્યની ગુપ્તિ છે. બ્રહ્મ ચર્યની ગુપ્તિ ( સાધુસહાયતા)ના રહેવાથી બ્રહ્મચર્ય ન રહે એ રીતે બીજા પણ તપ, સંયમ વગેરે ધર્મો ગુપ્તિ (-સાધુ સહાયતા) ન રહેવાથી ન રહે. સાધુઓની અસહાયતા સામાન્યથી બધા વ્રતના ભંગનું કારણ છે. (૨૧)
ગુરુકુલવાસથી કર્મનિર્જરારૂપ મહાન લાભઃगुरुवेयावच्चेणं, सदणुट्ठाणसहकारिभावाओ । विउलं फलमिन्मस्स व, विसोवगेणावि ववहारे ॥ २२ ॥
ગુરુકુલમાં રહેનારને અનુકૂળ આહારાદિ લાવી આપવું, માંદગીમાં સેવા કરવી વગેરે રીતે આચાર્યની વૈયાવચ્ચ કરવા દ્વારા આચાર્યના વાચના આપવી, ધર્મોપદેશ આપવો, ગચ્છનું પાલન કરવું વગેરે સદનુષ્ઠાનમાં સહાય કરવાથી કમનિજેરા રૂપ મહાન લાભ થાય છે.
પ્રશ્ન:- આચાર્યની વૈયાવચમાત્રથી આટલો લાભ શી રીતે?
ઉત્તર:- કઈ વણિકપુત્ર લખપતિના માત્ર વીસમાં ભાગના ધનથી વેપાર કરે તો પણ તેને ઘણે ન થાય. કારણ કે લખપતિના વીસમા ભાગનું પણ ધન ઘણું (પાંચહજાર) થાય. તેવી રીતે આચાર્ય મહાન હોવાથી તેમની વિયાવચ્ચ માત્રથી પણ ઘણે લાભ થાય. કેટલાકે અહીં બીજી રીતે ઘટના કરે છે, તે આ પ્રમાણે - જેમ આંગણે આવેલા શ્રીમંતને માત્ર વિશોપકથી (=કોડિના વીસમાં ભાગથી) સત્કાર કરવામાં આવે, અર્થાત્ આંગણે આવેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org