SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૧ ૧૧ સાધુધમવિધિ-પંચાશક : ૨૫ : સૂચન કરવા અહીં “સર્વથા જ” એમ કહ્યું છે. કારણિક ત્યાગ સર્વથા ત્યાગ નથી. જ્યારે ક્ષમાદિગુણોના અભાવથી સર્વથા જ ત્યાગ થાય છે. પ્રશ્ન :- ક્ષમાદિગુણના અભાવથી ગુરુકુલને સર્વથા ત્યાગ કેમ કરે છે? ઉત્તર:- સારણ વગેરે સહન ન થવાથી. (ઘનિર્યુક્તિમાં) કહ્યું છે કે जह सागरम्मि मीणा, संखोभं सागरस्स असहंता । निति तओ सुहकामी, निग्गय मेता विणस्संति ।। ११७ ॥ एवं गच्छसमुद्दे, सारणवीई हि चोइया संता । निति तओ सुहकामी, मीणा व जहा विणस्संति ॥ १८ ॥ જેમ સાગરમાં સાગરના ક્ષોભને સહન નહિ કરનારા સુખાભિલાષી મો સમુદ્રમાંથી બહાર નીકળી જાય છે, અને નીકળતાં જ મરી જાય છે. (૧૧૭) તે રીતે ગચ્છરૂપ સમુદ્રમાં સારણાદિ રૂપ તરંગોથી ઘેરાયેલા સુખાભિલાષી મય જેવા સાધુઓ ગચ્છરૂપ સમુદ્રમાંથી નીકળી જાય છે અને વિનાશ પામે છે- સંયમથી ભ્રષ્ટ થાય છે” (૧૧૮) આનાથી એ સૂચન કર્યું કે કેટલાક સાધુઓને ગુરુ કુળનો ત્યાગ કર્યા પહેલાં જ ક્ષમાદિને અભાવ હોય છે. હવે કેટલાક સાધુઓને ક્ષમાદિને અભાવ ગુરુકુલને ત્યાગ કર્યા પહેલાં હેત નથી, પણ ત્યાગ કર્યા પછી થાય છે એ જણાવે છેઃ- ગુરુકુલના ત્યાગથી બ્રહ્મચર્યની ગુપ્તિ ન રહે Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy