________________
ગાથા ૪૨-૪૩ ૧૯ તપવિધિ-પંચાશક : ૩૮૫ :
અન્ય દર્શનીઓએ પણ અધ્યાત્મશાસ્ત્રોમાં વિષય, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ અનુષ્ઠાનને મોક્ષનું કારણ કહ્યું છે. આથી આ તપે વિષયાદિથી શુદ્ધ હોવાથી નિદાન રહિત છે.
વિષય શુદ્ધ - વિષય એટલે તપનું આલંબન. જેમ કે તીર્થકર નિગમ તપનું તીર્થંકરની પ્રવજ્યા આલંબન છેઃ નિમિત્ત છે. જે તપમાં વિષય શુદ્ધ હોય તે ત૫ વિષયશુદ્ધ છે.
સ્વરૂપશુદ્ધ- જે તપનું આહારત્યાગ, બ્રહ્મચર્ય, જિનપૂજા, સાધુદાન આદિ સ્વરૂપ શુદ્ધ હોય તે તપ સવરૂપ શુદ્ધ છે.
અનુબંધથદા- જે તપના પરિણામને ભંગ ન થાય, બલકે ઉત્તરોત્તર વધે એ તપ અનુબંધ શુદ્ધ છે. (૪૨)
અનંતરાદ્ધ તપ સર્વ દેથી રહિત તીર્થકરના આલંબનવાળું હવાથી (=તીર્થકરોએ કહ્યો હોવાથી) વિષયશુદ્ધ છે. આથી એ તપ માગણીથી યુક્ત હોવા છતાં મારાદિરામં રમાદિકરમુર હિંતુ “મેક્ષને, મોક્ષનું કારણ બધિલાભને અને બે ધિલાભનું કારણ ઉત્કૃષ્ટ સમાધિન=સમતાને આપે.” એવી માગણીની પ્રધાનતાવાળા ચિત્ત સમાન હોવાથી સંગત છે. અર્થાત્ જેમ આવી માગણી નિદાન નથી, તેમ આ તપનો વિષય અરિહંત હોવાથી આ ત૫ નિદાન નથી. (૩) ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org